Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

વડોદરામાં તરછોડી દેવામાં આવેલ નવજાત શિશુને જાનવરે ફાડી ખાતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: સ્કૂલના લોગોવાળા શર્ટમાં નવજાત શિશુને લપેટીને પોર ગામની સીમમાં તરછોડી દેવામાં આવ્યું હતું.જે બાળકને જાનવરે ફાડી ખાધુ હતું.જે અંગે સ્થાનિક રહીશે  વરણામા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોર રમણગામડી જી.આઇ.ડી.સી.માં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો જીતેન્દ્ર પટેલ ગઇકાલે સાંજે ચાર વાગ્યે નોકરીથી છૂટીને ઘરે  પરત આવ્યો હતો.ત્યારે તેનો મિત્ર દુષ્યંત ઘરે આવ્યો હતો.દુષ્યંતે જીતેન્દ્રને જણાવ્યું હતું કે,આપણી અંબિકા સોસાયટી અને સરસ્વતી સોસાયટીના કોમન  પ્લોટની દીવાલ વચ્ચે તાજું જન્મેલું બાળક કોઇ તરછોડીને જતું રહ્યું છે.બાળક કાળા અને પીળા રંગના શર્ટમાં  વીંટાળેલું અને બિનવારસી હાલતમાં છે.બાળકના નાળ પણ છે.કોઇ જાનવર  બાળકનો મોઢા,નાક અને ડાબી સાઇડનો કાન ખાઇ ગયું હતું.બાળકને વીંટાળેલા શર્ટ પર અંગ્રેજીમાં લોગો છે.અને તેના પર સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યાલય ફોર્મ ઇનોસન્સ ટુ એન લાઇટ મેન્ટ લખ્યું હતું.

(5:56 pm IST)