Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

વડોદરા:મહિલાએ શેરબ્રોકરને નામ કમી કરવા આપેલ શેર ભેજાબાજ બ્રોકરે પોતાને નામ કરી લેતા પોલીસ ફરિયાદ

વડોદરા: શેરમાંથી ભાઇ અને ભત્રીજાના નામ કમી કરાવવા માટે મહિલાએ શેરબ્રોકરને આપેલા ૨૯૮ પૈકી ૯૯ શેર   બારોબાર પોતાના નામે ટ્રાન્સફર કરી લેનાર બ્રોકર સામે  મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વાડી નવાપુરા વચલા ફળિયામાં રહેતા ૬૭ વર્ષના સરોજબેન રામચંદ્ર  પટેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે,મેં  લગ્ન કર્યા નથી.મારી બહેન જ્યોત્સનાબેન પટેલના મકાનમાં ભાડેથી  રહેતા અમિત નગીનભાઇ શાહ (હાલ રહે.યોગીસેવા ફ્લેટ,આત્મજ્યોતિ આશ્રમ પાછળ, ઇલોરાપાર્ક) શેરબજારનું કામ કરે છે.મેં મારી બચતમાંથી અલગ અલગ કંપનીના   ૨૯૮ શેર લીધા  હતા.તેમાં મારી સાથે મારા મોટાભાઇ અને ભત્રીજાના નામ જોઇન્ટમાં હતા.તેમના નામ કમી કરાવવાનું કામ મેં અમિત શાહને સોંપ્યુ હતું.તેણે નામ કમી કરાવવાના બહાને મારી  પાસેથી અલગ અલગ ફોર્મમાં સહીઓ કરાવી હતી.અને મારા ૯૯ શેર તેના નામે ટ્રાન્સફર કરાવી લીધા હતા.

(5:57 pm IST)