Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

વડોદરા તાલુકાના પોર ગામે જમીન પચાવી પાડવા અંગે 10 મહિનાથી ફરાર અલોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં હંસ પાર્ટી પ્લોટ પાછળ શ્રી ટેનામેન્ટમાં રહેતા મહેન્દ્ર કાંતીભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,રમણગામડી ગામની જમીન જયંતીભાઇ જેસંગભાઇ પટેલ તેમજ અન્યની માલિકીની હતી તે જમીનને જૂની શરતમાં ફેરવી  હતી અને આ જમીન પર ફેક્ટરી નાંખવાની હોવાથી જમીનને બીનખેતી પણ કરી હતી. આ જમીનની અવેજ આપીને મૂળ માલિકોએ તા.૧ મે ૨૦૧૯ના રોજ વેચાણ દસ્તાવેજ કરી મારા નામે કરી આપી હતી. આ જમીન ખરીદ કર્યાના એક મહિના બાદ રમણગામડી ગામના રાજુ મણીભાઇ પટેલે જણાવેલ કે તમે જે જમીન ખરીદી છે તે જમીન અમદાવાદના ભગુભાઇ માવજીભાઇ પટેલે (રહે.શારદાનગર, પાલડી, અમદાવાદ)રાખી છે, ભગુભાઇ તમને શાંતિથી જીવવા નહી દે તેમ કહી ધમકી આપી હતી. બીજા દિવસે ભગુભાઇએ જમીન પર કબજો કરવા માણસો મોકલ્યા હતા અને તોડફોડ કરી જમીન પચાવી પાડી હતી.

ઉપરોક્ત ફરિયાદ અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.આ ગુનામાં નાસતો ફરતો આરોપી ઇર્શાદ રહીમભાઇ સીંધી (રહે.ગુજરાત ટ્રેક્ટર સોસાયટી, તાંદલજા, વડોદરા) આજે ઘરે આવવાનો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી.જેથી,પોલીસે વોચ ગોઠવીને આરોપી ઇર્શાદને ઝડપી પાડયો હતો.અને વધુ કાર્યવાહી માટે વરણામા  પોલીસને સુપરત કરી દીધો છે.ઉલ્લેખનીય છે કે,આ ગુનામાં  હજી ભગુ પટેલ પણ પકડાયો નથી.

 

(5:58 pm IST)