Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અમદાવાદ મનપા દ્વારા એસવીપી હોસ્પિટલ શરુ કરવાના નિર્ણયને આવકારતા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ

વીએસ હોસ્પિટલ કોરોનાની બીજી લહેરમાં ચાલુ હોત તો હજારો દર્દીઓના જીવ બચાવી શકતા હોત. હવે મ્યુનિ. કોર્પોરેશને દેર સે આયે દુરુસ્ત આયે…

અમદાવાદ ;  કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વીએસ હોસ્પિટલ પુન: શરુ કરવમા માટે આંદોલન કરવામાં આવ્યું હતું અને ગુજરાત હાઈકોર્ટમાં પણ હોસ્પિટલ બંધ કરવા બાબતે અરજી કરવામાં આવી હતી. જો કે, ગુજરાત હાઈકોર્ટની ટકોર પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એસવીપી હોસ્પિટલ શરુ કરવાની ફરજ પડી છે.

એસવીપી હોસ્પિટલમાં ઓપીડી શરુ થતા ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ મોટી સંખ્યામાં તેનો લાભ પણ લઈ શક્શે. એસવીપી હોસ્પિટલ શરુ થઈ તે પહેલા તમામ રોગોની ઓપીડી અને સારવાર થતી હતી. પરતું એસવીપી શરુ થતા વીએસ હોસ્પિટલની સેવા સિમિત કરી દેવાઈ છે. જેના કારણે વીએસ હોસ્પિટલ એક મોટા અર્બન હેલ્થ સેન્ટર જની બની રહી ગઈ છે. હાલ પણ વીએસ હોસ્પિટલમાં ચોક્કસ પ્રકારની ઓપીડી તેમજ ઓપરેશન કરવામાં આવતા નહોતા.

જો કે, હવે એસવીપી હોસ્પિટલના 50 સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા સુપર સ્પશ્યાલીસ્ટ ઓપીડી શરુ કરવાના સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણયને આવકારતા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશના સત્તાધીશોએ વીએસ હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલને કન્સલ્ટન્ટની નિમણૂંક કરી સંપૂર્ણપણે નવી બનાવવા માટેના નિર્ણય કરવામાં આવ્યો છે તે આવકારદાયક છે. મારી ગરીબ જનતા વતી વિનંતી છે કે, નવી હોસ્પિટલ બનાવવાની કામગીરી ઝડપી શરુ કરવામાં આવે.

વીએસ હોસ્પિટલમાં પોતાનો મોટો ઓક્સિજન પ્લાન્ટ પણ છે. પરતું વીએસ હોસ્પિટલ ચાલુ ન હોવાથી કોરોનાની બીજી લહેર સમયે ગરીબ દર્દીઓને વીએસ હોસ્પિટલની ખોટ પડી હતી. વીએસ હોસ્પિટલ કોરોનાની બીજી લહેરમાં ચાલુ હોત તો હજારો દર્દીઓના જીવ બચાવી શકતા હોત. હવે મ્યુનિ. કોર્પોરેશને દેર સે આયે દુરુસ્ત આયે… ભાજપને આગામી ચૂંટણીઓમાં નુકસાન ન વેઠવું પડે તે માટે વીએમ હોસ્પિટલમાં નવો ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે અને કેન્સર હોસ્પિટલ,લકવા,પેટના રોગો,લિવર પિત્તાશયના રોગ,મુત્રાશયના રોગ,હ્દય રોગ,મગજના રોગ જેવી 13 જેટલી સુપર સ્પેશ્યાલીસ્ટની તબીબી સેવાઓની ઓપીડી શરુ કરવામાં આવી છે જેના માટે સુપર સ્પેશ્યાલીસ્ટી વિઝિટિંગ કન્સ્લટીંગ તબીબોની કોન્ટ્રાક્ટથી નિમણૂંક કરવામાં આવી છે.

(8:47 pm IST)