Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

રાજ્યનું જીએસટી કલેકશન રેકોર્ડ હાઇ ૯૫૬૯ કરોડ રૂપિયા

જીએસટી કલેકશનમાં ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા નંબર પર

અમદાવાદ,તા. ૩ : નવેમ્બરમાં ગુજરાતનું કુલ જીએસટી કલેકશન ઓલ ટાઇમ હાઇ ૯૫૬૯ કરોડ રૂપિયાએ પહોંચી ગયુ છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે જાહેર કરેલ આંકાડઓ અનુસાર રાજ્યના જીએસટી કલેકશનમાં નવેમ્બર મહિનામાં ગયા વર્ષના નવેમ્બરની સરખામણીમાં ૨૬ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષના નવેમ્બરમાં તે ૭૫૬૬ કરોડ હતું.

સુત્રોએ જણાવ્યુ કે આ ઉછાળાનું કારણ દિવાળીની તહેવારની મોસમની ખરીદી અને માંગમાં વધારો છે. ગુજરાતનું જીએસટી કલેકશન દેશમાં મહારાષ્ટ્ર (૧૮,૬૫૮ કરોડ રૂપિયા)પછી બીજા નંબરે છે. ત્રીજા નંબર પર કર્ણાટક ૯,૦૪૮ કરોડ રૂપિયા છે.

ગુજરાતનું જીએસટી કલેકશન એક જ મહિનામાં ૧૨.૬ ટકા વધ્યુ છે. ઓકટોબરમાં જીએસટી કલેકશન ૮,૪૯૭ કરોડ રૂપિયા રહ્યુ હતું.

દેશના કુલ જીએસટી કલેકશનમાં પણ નવેમ્બરમાં વધારો થયો છે. નવેમ્બર મહિનામાં કુલ જીએસટી કલેકશન ૧.૩૧ લાખ કરોડ થયું છે.

(10:55 am IST)