Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

લિયો ક્લબ ઓફ વિરમગામ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ

વિરમગામ ખાતે ૭૦ જેટલા જરૂરીયાતમંદ લોકોને તેમના ઘરે જઇને ફૂડ પેકેટ આપવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : લાયન્સ ક્લબ ઓફ વિરમગામ સંલગ્ન લિયો ક્લબ ઓફ વિરમગામ દ્વારા વિરમગામ શહેરના જરૂરીયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ગુરૂવારે સાંજે વિરમગામ ખાતે ૭૦ જેટલા જરૂરીયાતમંદ લોકોને તેમના ઘરે જઇને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. આ સેવા કાર્યને સફળ બનાવવા માટે ડો. કિંજલ ગુપ્તા, દર્શન જોધાણી,  ગોકુલ પટેલ,  આદિત્ય મચ્છર, અભિષેક પટેલ, પુંડરીક વોરા, અક્ષય દુબલ, મહેશ ખમાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(4:21 pm IST)