Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ગાંધીનગર:ચિલોડા-હિંમતનગર હાઇવે નજીક વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે ચેકીંગ હાથ ધરી બે શખ્સોને 10 બોટલ સાથે ઝડપી પાડયા

ગાંધીનગર : ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર વિદેશી દારૃની હેરાફેરી અટકાવવા વાહનચેકીંગ શરૃ કરાયું છે ત્યારે ચંદ્રાલા પાસે કારમાં વિદેશી દારૃની ૧૦ બોટલ સાથે ગોતાના બે શખ્સોને પોલીસે ઝડપી લઈ કુલ પ.૭ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રાજયમાં દારૃબંધી હોવાછતાં પરપ્રાંતમાંથી દારૃની હેરફેર વધી રહી છે ત્યારે ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વાહનોમાં આ પ્રકારની હેરાફેરી અટકાવવા ચંદ્રાલા પાસે ઉભા કરવામાં આવેલા નાકા પોઈન્ટ ઉપર ખેપિયાઓ ઝડપાઈ રહયા છે. ચિલોડા પોલીસની ટીમ વાહનચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન જીજે-૦૧-કેવી-૬૩૫૭ નંબરની કારને ઉભી રાખી તપાસ કરતાં પાછળની ડેકીમાંથી વિદેશી દારૃની ૧૦ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે કારમાં સવાર દસક્રોઈના ગોતા ગામના કનુભાઈ મંગળભાઈ રાવળ અને નવઘણજી રણછોડજી ઠાકોરને ઝડપી લઈ તેમની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી પ.૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.   

(6:45 pm IST)