Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

રાજપીપળા કાલાઘોડા પાસેથી બસમાં ચઢતી મહિલાનું પર્સ ચોરી કરી જનાર મહિલા, પુરુષ વિરુદ્ધ ગુનો દાખલ

મહિનાની પહેલી તારીખે મહિલાઓને જ શિકાર બનાવતી મહિલા ગેંગનો ત્રાસ વધ્યો હોય પોલીસ આ માટે કડક કાર્યવાહી કરે એ જરૂરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા એસટી ડેપો સહિત કેટલાક જાહેર સ્થળો પર મહિલાઓને શિકાર બનાવતી ચોર ગેંગનો આતંક છેલ્લા ત્રણેક મહિનાથી વધ્યો છે ત્યારે હાલ કાલાઘોડા પાસેથી વધુ એક મહિલા માં પાકિતની તફડંચી થતા ગુનો દાખલ થયો છે.

મળતી માહિતી અનુસાર તોસીકભાઈ નીઝામભાઈ શેખ(રહે-દોલતબજાર સામ્રાજય કોમ્પલેક્ષ રાજપીપલા )એ આપેલી ફરીયાદ મુજબ તેમના બહેન રજીયાબેનનુ ગઈ તા-૦૧/૧૨/૨૦૨૧ ના ક.૧૨/૩૦ થી ૦૧/૦૦ ના સમય ગાળા દરમ્યાન કાલાઘોડા ખાતેથી બસમા ચડતા હતા તે વખતે પોતાનુ પાકીટ તેમજ પાકીટમા રાખેલ આશરે રોકડ રૂ.૧૫૦૦ તેજમ ડ્રાઈવિંગ લાયસન્સ, આધારકાર્ડ,પાનકાર્ડ તેમજ બેંક ઓફ બરોડાના બે એ.ટી.એમ કાર્ડ તથા તેના સિવાય એક કન્ટ્રી કલ્બ નું એન્ટ્રીકાર્ડ કોઈ અજાણ્યા ઈસમ,બાઈએ ચોરી લઈ જતારાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જોકે આ પાકીટ ચોરી કર્યા બાદ મહિલા સાથે રહેલો પુરુષ પાકીટ લઈને નાશી ગયો હતો અને ત્યારબાદ આ ચોર મહિલા રાજપીપળા એસટી ડેપોમાં અન્ય ચોરીને અંજામ આપતા લોકોના હાથે ઝડપાઇ જતા તેને પોલીસના હવાલે કરાઈ હતી.

(11:34 pm IST)