Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

અકતેશ્વર પેટ્રોલ પંપ પાસે ફોર વ્હીલ ગાડીએ સાઇકલ સવારને ટકકર મારતાં ઘટના સ્થળે મોત થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામના પેટ્રોલ પંપ પાસે પુરપાટ જતી એક ફોર વ્હીલ ગાડી એ સાઇકલ પર જઈ રહેલા શખ્સને ટક્કર મારતાં ઘટના સ્થળે મોત થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર ધર્મેશભાઇ દિપકભાઇ ચૌધરી( રહે.- કેવડીયા કોલોની)નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના પિતા સાયકલ લઇને જતા હતા તે વખતે અકતેશ્વર ઇન્ડીયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે એક ફોર વ્હિલ ગાડી નં. MH-12-PC- 9458 ના ચાલકે પુર ઝડપે હંકારી લાવી ફરીયાદીના પિતાની સાયકલને પાછળથી ટક્કર મારી એક્સિડન્ટ કરતા ફરીયાદીના પિતાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થયેલ તેમજ જમણા હાથે કોણીથી નિચેના ભાગે ફેકચર કરી તેમજ શરીરે ઓછી વતી ઇજા કરી સ્થળ પર મોત નિપજાવતા કેવડીયા ટ્રાફિક પોલીસે ફોર વ્હીલ નાં ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

(10:17 pm IST)