Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

પાર્ટીએ પંસદ કર્યા છે, અલ્પેશની ગેરંટી હું લઇ રહ્યો છું, જો કામ ન થાય તો મને પકડજો: અમિતભાઇ શાહ

અમદાવાદના ચાંદખેડા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સભા સંબોધતા કહ્યું - કોંગ્રસે અત્યારે સુધી જાતિવાદ ફેલાવ્યો ,કોમ કોમ વચ્ચે લડાવ્યા, કોંગ્રસના રાજમાં 10 વર્ષમાં જગન્નાથ યાત્રામાં ચાર વખત બંધ રાખવી પડતી હતી

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારમાં રાજકીય ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેને લઈને તમામ પક્ષોના મોટા નેતાઓ ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે.  છેલ્લા બે દિવસથી વડાપ્રધાન મોદી પણ અમદાવાદ ખાતે રોડ શો કરી રહ્યા છે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ પણ અમદાવાદમાં પ્રચાર કરી રહ્યા છે.

    અમદાવાદના ચાંદખેડા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધી હતી. આ દરમિયાન, ગાંધીનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને લઈને તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, પાર્ટીએ અલ્પેશ ઠાકોરને પંસદ કર્યા છે, અલ્પેશની ગેરંટી હું લઇ રહ્યો છું, જો કામ ન થાય તો મને પકડજો.

 તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રસે અત્યારે સુધી જાતિવાદ ફેલાવ્યો છે, કોમ કોમ વચ્ચે લડાવ્યા છે. કોંગ્રસના રાજમાં 10 વર્ષમાં જગન્નાથ યાત્રામાં ચાર વખત બંધ રાખવી પડતી હતી. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસના રાજમાં કર્ફ્યુ રાજ ચાલતું હતી, 2002 હુલ્લડો કોંગ્રેસ વાળા કર્યા હતા.
 અમિતભાઇ શાહે કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, 1995થી ભાજપ સરકાર ચાલતી આવે છે, જગન્નાથ મંદિરમાં ભાજપ શાસનમાં ક્યારે કર્ફ્યુ લાગ્યું નથી. તેમણે કહ્યું કે, જો ફરી કોંગ્રેસ આવશે તો ફરી ભુતકાળ યાદ કરવો પડશે. કોંગ્રેસે પોતાની વોટ બેન્ક સાચવા માટે રામ મંદિર ન બનાવા દીધું.

(11:42 pm IST)