Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

શરીર સંબંધ બાંધવાની ના પાડી તો ૬૭ વર્ષીય વૃદ્ધે વૃદ્ધાને ઘરમાંથી તગેડી મૂકી

જો પતિની વાત ન સ્‍વીકારું તો તે ઝઘડો કરીને મારઝૂડ કરે છેઃ પતિના અન્‍ય પરિણિત મહિલાઓ અને યુવતીઓ સાથે પણ સંબંધ છેઃ વળદ્ધાએ ૧૮૧ અભયમ ટીમનો કર્યો સંપર્ક

અમદાવાદ, તા.૩: ગુજરાતીમાં એક કહેવત છે કે વાંદરો ગમે તેટલો ઘરડો થાય પણ ગુલાંટ મારવાનું ન ભૂલે. આ કહેવતને લગતો એક કિસ્‍સો શહેરમાંથી સામે આવ્‍યો છે. અમદાવાદમાં રહેતો એક ૬૭ વર્ષીય વૃદ્ધ વૃદ્ધા પાસે રોજ શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જો વૃદ્ધા શરીર સંબંધ બાંધવનો ઈનકાર કરે તો વૃદ્ધ તેની સાથે મારઝૂડ કરતો હતો. એવો પણ આરોપ છે કે આ વળદ્ધ પરિણિત મહિલાઓ અને યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને સંબંધ બાંધતો હતો. જેથી વૃદ્ધાએ આ વાતનો વિરોધ કર્યો તો તેને માર મારીને ઘરમાથી કાઢી મૂકી હતી. આખરે વૃદ્ધાએ ૧૮૧ અભયમની મદદ લીધી હતી. જે બાદ અભયમની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને કાયદાકીય કાર્યવાહી કરવાની સમજ આપી હતી. અંતે વૃદ્ધાએ પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ સ્‍ટેશનમાં લેખિતમાં જાણ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોશ વિસ્‍તારમાં રહેતા એક વળદ્ધાએ ૧૮૧ અભયમ ટીમને ફોન કરીને મદદ કરી હતી. જ્‍યારે ટીમ ઘટના સ્‍થળે પહોંચી ત્‍યારે વળદ્ધાએ ફરિયાદ કરી કે, મારો પતિ રોજ મારી સાથે શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરે છે. જો ઈનકાર કરવામાં આવે તો મારઝૂડ કરે છે. સાથે જ વળદ્ધાએ એવો પણ આક્ષેપ કર્યો કે, મારો પતિ અન્‍ય પરિણિત મહિલાઓ અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને સંબંધ બાંધે છે. તેઓની સાથે વાતચીત કરે છે.

થોડા દિવસો પહેલાં જ મેં મારા પતિને એક યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડ્‍યા હતા. જ્‍યારે આ વાતનો મેં વિરોધ કર્યો તો મારી સાથે ઝઘડો કરીને માર માર્યો હતો. એટલું જ નહીં તે રોજ શરીર સંબંધ બાંધવા માટે મારા પર દબાણ કરે છે. એક દિવસ મેં શરીર સંબંધ બાંધવાનો ઈનકાર કર્યો તો મારા પતિએ કહ્યું કે, તારા જેવી સત્તર લાવીશ. આવું કહ્યા બાદ માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ વાત સાંભળીને ૧૮૧ની ટીમે વળદ્ધનું કાઉન્‍સેલિંગ કર્યુ હતુ.

ત્‍યારે વળદ્ધે જણાવ્‍યું કે, મારા કોઈ પરિણિતા કે યુવતી સાથે સંબંધ નથી. મારી પત્‍ની જૂઠ્ઠું બોલે છે. મને બદનામ કરે છે. બાદમાં ૧૮૧ની ટીમે વળદ્ધાનું કાઉન્‍સેલિંગ કર્યુ હતુ અને કાયદાની સમજ આપી હતી. ત્‍યારે વળદ્ધાએ પણ આખરે પોલીસ સ્‍ટેશનમાં પતિ વિરુદ્ધ લેખિતમા જાણ કરી હતી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:11 pm IST)