Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

કર્મ કરવાનો આપણો અધિકાર છે પણ ફળ આપવું તે તો ભગવાનના હાથમાં છે. - શાસ્ત્રી માધવપ્રિચદાસજી સ્વામી

દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ઋષિકુમારો દ્વારા ગીતા પાઠ, ગીતાપૂજન સાથે ગીતાજયંતી ઉજવાઇ

અમદાવાદ તા.૧૦ આજે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતીના પુનિત પર્વે એસજીવીપી શ્રી  સ્વામિનારાયણ ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વહેલી સવારે ઋષિકુમરો, સંતો અને શિક્ષકો દ્વારા ગીતાજીના સંપૂર્ણ પાઠબાદ ગીતાજીનું પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી.

   આ પ્રસંગે સત્સંગ વિચરણ કરી રહેલ પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી ઋષિકુમારોને ગીતાજીનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે આપણે હંમેશાં શુદ્ધ ઇરાદા સાથે ભગવત આરાધન રુપે કર્મ કરતા રહેવું જોઇએ. કર્મ કરવાનો આપણો અધિકાર છે, પણ ફળ આપવું તે તો ભગવાનના હાથમાં છે. અંતર્યામી ભગવાન હમેશા જીવોના ઈરાદા-આશય પ્રમાણે ફળ આપે છે. કૌરવો અને પાંડવોના ઇરાદાઓ વચ્ચે આકાશ પાતાળનો ફેર છે. પાંડવોનો ઇરાદો હંમેશા શુદ્ધ રહેલો છે જ્યારે કૌરવો બદ ઇરાદાથી ભરેલા છે. એટલે જ અંતે પાંડવોની જ જીત થઈ.                                

 

(11:34 am IST)