Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

પ્રથમ તબક્કા અગાઉ ઉછળીને બોલનાર મતદાન બાદ ચુપ : નરેન્‍દ્રભાઇ

અમદાવાદમાં સતત બીજા દિવસે ભવ્‍ય રોડ શો : ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા : બાબા સાહેબને પુષ્‍પાંજલી અર્પી

અમદાવાદ,તા.૩ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પરૂ થયું છે. ૫મી ડિસેમ્‍બરે બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે અને આજે શનિવારે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જેથી દિવસ-રાત જોયા વિના મતદારોને પોતાની તરફ કરવા માટે દિગ્‍ગજ નેતાઓ મધ્‍ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રોડ શો અને સભાઓ ગજવી રહ્યા છે. નરેન્‍દ્રભાઈ એ સતત બીજા દિવસે ભવ્‍ય રોડ શો કરી અમદાવાદના સરસપુર ખાતે જાહેર સભાને સંબોધી હતી.

 વડાપ્રધાન મોદીએ જણાવ્‍યું હતું કે,શનિવારે સાંજે આ ચૂંટણીના પડઘમ પૂરા થશે તેના પહેલા આ ચૂંટણી અભિયાનની મારી છેલ્લી સભા છે તેમણે જણાવ્‍યું કે, સૌથી પહેલા અમદાવાદનો હૃદયથી આભાર માનું છું ગઈ કાલે કસેરીયા મહાસાગર આખાં અમદાવદમાં જોમ જુસ્‍સો અને અમદાવાદના લાખો નાગરિકોના દર્શન કરવાનો મોકો મળ્‍યો અને આશીર્વાદ મેળવવાનો લાવો મળ્‍યો અને આજે માં ભદ્રકાલી અને પૂજ્‍ય બાબા સાહેબ આંબેડકર આ બેન્ને પવિત્ર સ્‍થળે માથો નમાવવા ગયો. તેમણે જણાવ્‍યું તે, પહેલા ચરણનો મતદાન પૂરૂ થયું છે અને પહેલા જે ઉછળી ઉછળીને બોલતા તા તે ગઈ કાલ પછી બંધ થઈ ગયા છે તેમને ખબર પડી ગઈ કે, આમા આપણુ કંઈ છે નહી.

 તેમણે કહ્યું કે, પહેલા ચરણના મતદાનમાં નક્કી થઈ ગયું છે ભાજપ અભૂતપૂર્વ જીતી રહ્યું છે અને આ હું જ નહી પણ કોંગ્રેસ પણ કહી રહી છે. તેમણે કહ્યું કે, તમને બધાને થતું હશે કે, કોંગ્રેસે આવુ કયારે કહ્યું તો તમને યાદ કરાવુ કે, બે દિવસથી કોંગ્રેસના નેતાઓના નિવેદનો સાંભળો તો લગાતાર ચ્‍સ્‍પ્‍ને ગાળો બોલે છે.  તેમણે જણાવ્‍યું કે, કોંગ્રેસ જ્‍યારે ચ્‍સ્‍પ્‍ને ગાળો બોલે છે ત્‍યારે સમજી લેવું કે, તેમણે ઉછાળા ભરી લીધા છે અને ગુજરાતના લોકોએ એમનો ખેલ પહેલા ચરણમાં જ પતાવી દીધો છે. તેમણે કહ્યું ચૂંટણી હોય ત્‍યારે મોદીને ગાળો દેવાની અને મતદાન થાય એટલે ચ્‍સ્‍પ્‍ને દેવાની.

 વડાપ્રધાન મોદીએ જણાવ્‍યું કે, ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે મૂળભૂત એપર્ચને લઈ ફેરફાર છે અને સૌનો સાથ સૌનો વિકાસ એ જ અમારો ઉદ્દેશ્‍ય છે, તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજમાં ગરીબો પાસે પૈસા કયારે પહોંચતા ન હતા, આ કયો પંજો હતો જે રૂપિયોને ઘસી નાખતો હતો તેમણે જણાવ્‍યું કે, કોંગ્રેસના સમયમાં કોઈ આતંકી ઘટના બને તો દુનિયાની મદદ માટે વિનંતી કરવી પડતી હતી તેમણએ જણાવ્‍યું કે, અફઘાનિસ્‍તાનમાં જ્‍યારે સંકટ આવ્‍યું ત્‍યારે આપણા લોકોને ત્‍યાંથી સહી સલામત લઈ આવ્‍યા હતા.

(3:14 pm IST)