Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

‘વી' બિઝનેસ દ્વારા સુરક્ષા પોર્ટફોલીયો ‘વી સીકયોર' પ્રસ્‍તુત

રાજકોટ તા. ૩ : અગ્રણી ટેલીકોમ કંપની ઓપરેટર વોડાફોન આઇડીયા લી. એન્‍ટરપ્રાઇઝની કંપની ‘વી' બિઝનેસ દ્વારા સાયબર સુરક્ષા પોર્ટફોલીયો ‘વી સીકયોર'  પ્રસ્‍તુત કરાયો છે. જે નેટવર્ક, કલાઉડ અને પોઇન્‍ટસમાંથી ઉભા થતા વિવિધ જોખમો સામે સુરક્ષા પુરી પાડે છે. વી સીકયોર અગ્રણી વૈશ્વિક ટેક સીકયોરીટી સોલ્‍યુશન પ્રોવાઇડર્સ ફર્સ્‍ટવેલ કલાઉડ ટેકનોલોજી, સીકકો અને ટ્રેન્‍ડ માઇક્રો સાથે જોડાણમાં વેબ સીકયોરીટી, મેલ સીકયોરીટી અને મેક્‍સિમમ ડીવાઇઝ સીકયોરીટી સોલ્‍યુશન ઓફર કરે છે. આ પોર્ટફોલીયોમાં અન્‍ય ઉત્‍પાદનોમાં કલાઉડ ફાયરવોલ, મેનેજડ ડીડીઓએસ, મેનેજડ સીકયોરીટી સર્વીસીસ અને સીકયોર ડીવાઇઝ મેનેજર સોલ્‍યુશન્‍સ  સામેલ છે. 

(3:27 pm IST)