Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

આણંદના બોરસદમાં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્‍દ્રસિંહ પરમાર જાહેરસભામાં લોકોને એકઠા કરવા માટે ડાન્‍સરને બોલાવતા વિવાદમાં ફસાયા

કોંગ્રેસના ઉમેદવારના પોસ્‍ટર લાગેલા સ્‍ટેજ પર ડાન્‍સરે ઠુમકા લગાવતા ચર્ચાઓ

આણંદઃ આણંદના બોરસદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્‍દ્રસિંહ પરમારે જાહેરસભા યોજી હતી. જાહેરસભામાં ડાન્‍સરને બોલાવતા ભારે વિવાદ થયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે નેતાઓ નવુ નવુ લઈને આવી રહ્યાં છે. પરંતું કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચારથી વિવાદમાં આવ્યા છે. આણંદના આણંદના બોરસદમાં કોંગ્રેસની જાહેર સભામાં ડાન્સરને બોલાવવામાં આવી હતી. ડાન્સરે સ્ટેજ પર ઠુમકા લગાવ્યા હતા. 

બોરસદ વિધાનસભા કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર ફરી વિવાદમાં આવ્યા છે. કૉંગ્રેસની ચૂંટણી સભામાં ભીડ એકત્ર કરવા તેમણે ડાન્સરનો સહારો લીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની સભામાં ડાન્સરે ઠુમકા લગાવતા ચર્ચા ઉઠી હતી. ત્યારે લોકોએ કહ્યું કે, શું લોકો પાસે મત માંગવા ઉમેદવારે ડાન્સરનો સહારો લીધો. કૉંગ્રેસના ઉમેદવારનાં બેનરો લાગેલા મંચ પર ડાન્સરોએ ડાન્સ કર્યો હતો. 

કૉંગ્રેસના ઉમેદવારનાં બેનરવાળા મંચ પર ડાન્સરો ડાન્સ કરતી હોવાના વીડિયો વાયરલ થયા છે. કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર સભામાં ભીડ ભેગી કરવા ડાન્સરનો સહારો લેવાયો તેવું કહેવાયું છે.

(5:36 pm IST)