Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

પરિવર્તનનો પવન સમગ્ર ગુજરાતમાં ફુંકાયો છે, 8 મી તારીખે કોંગ્રેસ ગાંધીનગરમાં આવે છે , કોંગ્રસ ૧૨૫ સિટ સાથે સરકાર બનાવશે : પેપર ફોડનારાને સાતમા પાતાળમાંથી પકડીને જેલના સળિયા ગણાવીશું : કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો ધ્રુજારો

પરિવર્તનનો પવન સમગ્ર ગુજરાતમાં ફુંકાયો છે, 8 મી તારીખે કોંગ્રેસ ગાંધીનગરમાં આવે છે 

રાજકોટ તા.૩ :સોમવારે ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

    પરિવર્તનનો પવન સમગ્ર ગુજરાતમાં ફુંકાયો છે, 8 મી તારીખે કોંગ્રેસ ગાંધીનગરમાં આવે છે , કોંગ્રસ ૧૨૫ સિટ સાથે સરકાર બનાવશે : પેપર ફોડનારાને સાતમા પાતાળમાંથી પકડીને જેલના સળિયા ગણાવીશું. તેમ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.

        જગદીશભાઈ ઠાકોરે વધુમાં જણાવ્યું કે 27 વર્ષથી લોકોને અન્યાય થઈ રહ્યો છે અમારી સરકાર બન્યા બાદ અમે તમારી રજૂઆત સાંભળવા માટે તમારી પાસે આવીશું આજે જેવી રીતે જાહેર સભા માટે આવ્યા છીએ તેવી રીતે તમારા પ્રશ્નો સાંભળવા પણ અમે રૂબરૂ આવીશું.

(6:58 pm IST)