Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

અંબાજી ત્રિશુળીયાઘાટમાં લકઝરી પલટતાં ૩૦ ને ઇજા

ત્રિશુળીયા માતાના દર્શન કરી ઘાટ પસાર કરતી વખતે બસ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યોઃ ઇજાગ્રસ્તોને દાંતાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

અમદાવાદઃ અંબાજી મંદિરમાં દર્શન કરીને રાજકોટ, મોરબી અને જામનગરના મુસાફરો લકઝરી બસમાં પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ બસમાં 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતાં. બસ પલટી ખાઈ જતાં 30 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ દ્વારા દાંતાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં

મળતી માહિતી મુજબ અંબાજી મંદિરમાં દર્શન કરીને રાજકોટ, મોરબી અને જામનગરના મુસાફરો લકઝરી બસમાં પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ બસમાં 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતાં. બસ પલટી ખાઈ જતાં 30 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ દ્વારા દાંતાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

અકસ્માતની ઘટનાને પગલે ઘાટ પરથી પસાર થનારા વાહનો થંભી ગયા હતાં અને પલટી ગયેલી બસમાં ફસાઈ ગયેલા મુસાફરોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી હતી. આ દરમિયાન પોલીસ અને 108નો સંપર્ક કરતાં તાત્કાલિક પોલીસ અને 108ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે ઘાટ પર ટ્રાફિક ના થાય તે માટે ટ્રાફિક નિયમન કરાવ્યું હતું અને 108માં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યાં હતાં. બીજી તરફ લકઝરીમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

(3:49 pm IST)