Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજપીપળા ખાતે સર્વિસમાં આવેલી 1.50 લાખ રૂપિયાની મોટરસાયકલની ચોરી થતા શોરૂમના માલિકે ફરિયાદ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે રહેતા અને ડેડીયાપાડામાં મોટરસાયકલ ખાતે યામહા નો શોરૂમ ચલાવતા માલિકના ઘરના આંગણામાંથી ગ્રાહકની બાઈક ચોરી થતા રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર યોગેન્દ્રસિંહ વિજયસિંહ મોર્યએ આપેલી ફરીયાદ મુજબ તેઓ રાજપીપળા છત્રવિલાસ ખાતે રહેતા હોય અને ડેડીયાપાડા માં યામહા કંપનીનો શોરૂમ ચલાવતા હોવાથી એક ગ્રાહક ખાલીયાભાઈ અમરસિંગભાઈ વસાવા તેમની R 15 મો.સા જેનો નંબર GJ - 22 - N - 0553 ની કિંમત રૂપિયા 1.50 લાખ સર્વિસ માટે મૂકી ગયા હોય તેઓ કોઈ કામ માં વ્યસ્ત હોવાથી એમની બાઈક બે મહિના શોરૂમ પર પડી રહ્યા બાદ ત્યાં જગ્યાના અભાવે યોગેન્દ્રસિંહ આ બાઈક તેમના ઘરે રાજપીપળા લાવી આંગણા પાર્ક કરી હતી ત્યાંથી તારીખ 29 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર દરમિયાન કોઈ ચોરી કરી જતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી આ મોંઘીદાટ બાઈક ની શોધખોળ શરૂ કરી છે.

(10:42 pm IST)