Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

બોરીદ્રા ગામના બસ સ્ટેન્ડ પાસે પુરપાટ આવતી ટ્રક ખાડા માં ખાબકતા ટ્રક ચાલકનું મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામના બસ સ્ટેન્ડ પાસે પુરપાટ આવતી ટ્રકના ચાલકે ટ્રક ખાડામાં પલટી ખવડાવતા પોતાને ગંભીર ઇજાઓ થતા મોત થયું છે

મળતી માહિતી મુજબ તારીખ 2 જાન્યુઆરી સવારે 11.50 કલાકે બનેલી ઘટનામાં અવિનાશ મનરાવજી માંહે (ઉ.વ.28 ) (રહે.મહારાષ્ટ્ર )નાઓએ પોતાની કબજામાંની ટ્રક નં.MH - 40 - CD - 0217 પુરઝડપે હંકારી રોંગ સાઇડે ચલાવી રોડની સાઇડમાં ઉતારી ખાડામાં પલ્ટી મરાવી પોતાને પેટના તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન પોતાનું મોત નિપજાવી તથા સુશાંત પ્રફુલ ચિગોલે,મહારાષ્ટ્રને પણ ઇજાઓ પહોંચાડી ગુનો કરતા આમલેથા પોલીસે મરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:41 pm IST)