Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

તરોપા ગામ પાસે શેરડી ભરેલા ટ્રેક્ટરે મોટરસાઇકલ

સાથે અકસ્માત કરતા મો.સા.ના ચાલકને ગંભીર ઇજા કરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના તારોપા ગામ નજીક એક પુરપાટ આવતા ટ્રેક્ટરના ચાલકે મોટરસાયકલ સાથે અકસ્માત કરતા ચાલકને ગંભીર ઇજાઓ કરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 2 જાન્યુઆરી સાંજે 6.30 વાગે પોતાનું કબજામાનું શેરડી ભરેલ ટ્રેક્ટર નંબર MP - 46 - A - 3752 પૂર ઝડપે ચલાવી લાવી અચાનક કેનાલવાળા રસ્તેથી રોડ ઉપર લાવતા ઇજાપામનાર ઘનશ્યામ નવીનચંદ્ર શાહ( ઉ.વ .૪૬)( રહે આમલેથા) ની મોટર સાયકલ સાથે એક્સિડન્ટ કરી માથામાં કપાળના ભાગે ગંભીર ઇજાઓ કરી ટ્રકટર સ્થળ ઉપર મૂકી નાશી જતા ઘનશ્યામ શાહની ફરીયાદના આધારે આમલેથા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:49 pm IST)