Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પ્રતાપપરા ગામમાં પાળેલું કૂતરું કરડી જતા થયેલી બોલાચાલીમાં મારી નાંખવાની ધમકી આપનાર સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપરા ગામમાં પાળેલું કૂતરું અન્યને કરડી જતા માથાકૂટ બાદ ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ આમલેથા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે

મળતી માહિતી અનુસાર તારીખ 2 જાન્યુઆરીએ સવારે સાતેક વાગે મયુર મહેન્દ્રભાઈ વસાવા પોતાના ખેતરે જવા નીકળ્યા ત્યારે બિપિન નાગજીભાઈ વસાવાના ઘર આગળથી પસાર થતા હતા ત્યારે પાળેલું કૂતરું અચાનક દોડી આવી મયુર ભાઈને બચકું ભરી લેતા માતા રેખાબેન મહેન્દ્રભાઈ ને કહ્યું કે તમારું કૂતરું મારા દીકરા ને કરડી ગયું હોય એને કેમ છૂટું રાખો છે તેમ જણાવતા બોલાચાલી બાદ માર મારી મારી નાંખવની ધમકી આપી હોય આ બાબતે આમલેથા પોલીસે આશાબેન નાગજી ભાઈ વસાવા,સુમાનબેન બીપીનભાઈ વસાવા અને સરોજબેન સંજયભાઈ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:50 pm IST)