Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

LRD શારીરિક કસોટી હવે ગાંધીનગર, સુરત અને જુનાગઢમાં અનુકમે 31 જાન્યુઆરી 1 તથા ૨ ફેબ્રુઆરીએ યોજાશે : જૂનો કોલ લેટર ચાલશે

ગાંધીનગર મેદાન ખાતે યોજાનાર શારીરિક કસોટી મોકૂફ: અન્ય 12 ગ્રાઉન્ડ ખાતે કસોટી યથાવત રહેશે.

અમદાવાદ :LRD શારિરીક કસોટી આપનાર ઉમેદવાર માટે નવા સમાચાર સામે આવી રહયા છે અને ગાંધીનગર બાદ સુરત,જૂનાગઢ માં હાલ કસોટી મોકૂફ રહી છે જેની નવી તારીખો જાહેર કરાઇ છે.

રાજ્ય માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમીટ ને કારણે આગામી તા. 10 11 12 જાન્યુઆરી 2022 ના રોજ ગાંધીનગર મેદાન ખાતે યોજાનાર શારીરિક કસોટી મોકૂફ રાખવા માં આવેલ છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તારીખ 31 જાન્યુઆરી 1 તથા ૨ ફેબ્રુઆરી ના રોજ લેવામાં આવશે.

અન્ય 12 મેદાન ઉપર કસોટી યથાવત રહેશે. ઉપરાંત સુરતના ગ્રાઉન્ડ ઇન્ચાર્જ વાઇબ્રન્ટ ગુજરાત બંદોબસ્તમાં હોવાથી તા 05 06 07 08 10 11 12 જાન્યુઆરીના રોજ વાવ (સુરત)ના મેદાન ખાતેની શારીરીક કસોટી પણ મોકુફ રાખવામાં આવી છે.
હવે શારીરીક કસોટી અનુક્રમે તા 25 27 28 29 31 જાન્યુઆરી અને તારીખ 01 02 ફેબ્રુઆરી ના રોજ લેવામાં આવશે.
તેજ રીતે જુનાગઢના ગ્રાઉન્ડ ઇન્ચાર્જ વાઇબ્રન્ટ ગુજરાત બંદોબસ્તમાં હોવાથી તારીખ 06 07 08 10 11 12 13 જાન્યુઆરી નારોજ જુનાગઢના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવી છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તા 24 25 27 28 29 31 જાન્યુઆરી અને તારીખ 01 ફેબ્રુઆરી ના રોજ લેવામાં આવશે.
જોકે, ઉમેદવારોએ પોતાના મૂળ કોલ લેટર સાથે જ મેદાન પર પહોંચવાનું રહેશે. નવો કોલલેટર આપવામાં આવનાર નથી. આ ઉપરાંત શારીરીક કસોટીની તારીખ બદલવા માટે તા.૦૧/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ તમામ અરજીઓની માહિતી https://lrdgujarat2021.in વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવી છે.
આમ કસોટી ની તારીખો બદલામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

(11:40 pm IST)