Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોના વેક્સિન આપવાના અભિયાન નો ગાંધીનગર ના કોબા ની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલ થી પ્રારંભ કરાવ્યો : બાળકો સાથે સહજ સંવાદ કર્યો

રાજકોટ::મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણો ને કોરોના વેક્સિન આપવાના અભિયાન નો ગાંધીનગર ના કોબા ની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલ થી કરાવ્યો હતો.મુખ્યમંત્રીશ્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને બાળકોના રસીકરણ ની કામગીરી નિહાળી હતી.તેમણે બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.આ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા,ધારાસભ્ય શંભૂજી  ભાઈ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને  શાળા શિક્ષક પરિવાર  તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:36 am IST)