Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગણપત યુનિવર્સિટીને કાન્તાબેન અને કાશીરામ પટેલ પરિવાર દ્વારા પ કરોડનું માતબર દાન

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ૩: ગણપતભાઇ પટેલ અને શ્રીમતી મંજુલાબેન પટેલના શિક્ષણ થકી સમાજ ઉંત્થાનના સેવા કાર્યમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર શ્રી કાશીરામ પટેલ અને તેમના પત્ની શ્રીમતી કાન્તાબેન તરફથી ગણપત યુનિવર્સિટીને ગુજરાત સરકાર માન્ય એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે રૂપિયા પાંચ કરોડ જેવી માતબર રકમનું દાન મળેલ છે, જે થકી ‘‘કાન્તાબેન કાશીરામ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સીસ એન્ડ રિસર્ચ’’ની સ્થાપના થઇ છે.

જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અત્યાધુનિક અને એડવાન્સ્ડ ટેકનોલોજી અને સંપૂર્ણ સુવિધાસભર કલાસરૂમ તેમજ ઇમ્પોર્ટેડ સાધનોથી સજજ લેબોરેટરી વગેરેની સુવિધા મળશે. સ્થાપિત એગ્રિકલ્ચર કોલેજ સમગ્ર રાજયમાં સ્થપાયેલ અન્ય પ્રાઇવેટ એગ્રિકલ્ચર કોલેજ કરતા ભિન્ન અને શ્રેષ્ઠતમ હશે જેનો લાભ ગુજરાત રાજય અને દેશના તમામ વિદ્યાર્થીઓને મળશે.

દાનવીર એવા ખેડૂત પુત્ર શ્રી કાશીરામભાઇનો જન્મ તા. ૧ જુલાઇ, ૧૯૩૬ના રોજ પલાસર ગામે થયેલ. તેઓએ ઉંત્તર ગુજરાતના જ ગામડામાં મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. ઉંચ્ચ શિક્ષણ દરમ્યાન એમણે ‘‘નેશનલ મેરીટ’’ અને ‘‘ડાયમંડ જયુબિલી સ્કોલરશીપ’’ મેળવવાનું ગૌરવ પણ હાંસલ કર્યું હતું. સ્નાતક થયા બાદ શ્રી કાશીરામભાઇએ લણવાની ત્રિભોવન વિદ્યાલયમાં પ્રારંભનાં-પાયાના એક શિક્ષક તરીકે કામ કરવાનું પસંદ કર્યું. ૧૯૭૭માં તેઓ અમેરિકા ગયા ત્યાં સીુધી એમણે ત્યાં જ શિક્ષક તરીકે ફરજ બજાવી. તેમના પરિવારમાં પાંચ સભ્યો છે તેમના પત્ની કાંતાબેન પટેલ, દીકરી મુકુદબેન તથા બે દીકરા શીરિષભાઇ અને પરેશભાઇ છે. તેઓએ અમેરિકામાં પ્રથમ ‘‘લેબ ટેકિનશિયન’’ તરીકે જોબ કરી, ‘‘કેમિસ્ટ’’ તરીકે બઢતીમળી, આમ નવ વર્ષ સુધી કામ કર્યું. આલ્ફા પ્લેટિંગ નામની કંપનીમાં ૧૯૯રમાં ભાગીદાર તરીકે જોડાયા અને બીજી બે કંપની ઉંભી કરી.

 

તેઓએ પલાસર, લણવા અને ધીણોજ ગામની શાળાઓના વિવિધ વિકાસના કામો માટે આશરે ર.પ કરોડનું અને લણવામાં જ એક આઇ.ટી.આઇ. ઇન્સ્ટિટયૂટની સ્થોાપના માટે એક કરોડનું દાન કર્યું.

શ્રીમતી કાંતાબેન અને કાંતિભાઇ પટેલે ભારતની અંદર કાંતાબેન કાશીરામ જનસેવા ટ્રસ્ટની સ્થાપના કરેલ છે તેના મેનેજિંગ ડાયરેકટર તરીકે અત્યારે અશોકભાઇ પટેલ કાર્યરત છે. કાંતાબેન અને કાશીરામભાઇના સેવાકાર્યોની અંદર તેમના સંતાનો પણ સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.

યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપતભાઇ પટેલ તેમજ પ્રો. ચાન્સેલર અને ડાયરેકટર જનરલ ડો. મહેન્દ્ર શર્મા, પ્રો. વાઇસ ચાન્સેલર અને એકિઝકયુટિવ રજિસ્ટ્રાર ડો. અમિત પટેલ, બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો અને યુનિવર્સિટી પરિવારે આભાર વ્યકત કરેલ અને પટેલ પરિવારના તમામ સભ્યો માટે સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. કાન્તાબેન એન્ડ કાશીરામ ઇન્સ્ટિટયૂટ ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સીસ એન્ડ રિસર્ચમાં ભણતા વિદ્યાર્થીઓને કૃષિક્ષેત્રે વૈશ્વિક ધોરણે ઉંપયોગમાં લેવાતા અવનવા સાધનો, પધ્ધતિઓ, પ્રયોગોનું શિક્ષણ મળશે.

(2:35 pm IST)