Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

નવા વર્ષમાં એસીબી બમણા જોશથી ત્રાટકવા સજ્જ, બેનામી મિલકતો માટે નવી રણનીતિ

જૂનાગઢ સહિત ૭૫ જિલ્લામાં લોક જાગળતિ માટે ગ્રામસભા, ઇન્‍ચાર્જ નહિ ફૂલટાઈમ એસીબી વડા જેવી સંજય શ્રીવાસ્‍તવ જાતે ટીમના સહકારથી ફરજ બજાવી રહ્યા છે : અડધો ડઝન કાયદે આઝમ, સી.એ.ની પેનલ, રેવન્‍યુ સલાહકારો, ટેકનિકલ સલાહકારો, ખાસ સરકારી વકીલો અને પેરવી અધિકારીઓની મદદ મેળવાશેઃ ડિજિટલ સાધનો માટે ૯૦ લાખથી વધુની ખરીદી,ફોરેન્‍સિક વર્ક સ્‍ટેશન સહિત મેઈન પાવર અને ટેકનોલોજીનો અદભૂત સંગમ માટે તૈયારીઓનો ધમધમાટ

રાજકોટ તા.૪, કોરોના કાળમાં એસીબી કેસોમાં થોડી મુશ્‍કેલી સર્જયાના પગલે ફરી કોરોના પીક ર્પ આવે તે પહેલાં એસીબીને વધુ અસરકારક અને મજબૂત બનાવવા માટે જૂનાગઢ સહિત ૭૫ જેટલા ગામોમાં જાગળતિ લાવવા ઇન્‍ચાર્જ એસીબી વડા સંજય શ્રીવાસ્‍તવ દ્વારા પોતે ફૂલટાઈમ હોય તે રીતે કાર્યવાહી કરાવેલ છે ,જોકે એસીબી સમગ્ર ટીમ પણ ખૂબ જહેમત ઉઠાવી રહી છે.
 એસિબી કામગીરી હજુ વિશેષ રીતે થવા સાથે બેનામી મિલકત શોધી દુધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે રાજ્‍ય સરકાર પાસે કરેલ દરખાસ્‍ત કરેલ જે મંજૂર થતાં નવા વર્ષમાં પણ એસીબી બમણા જોશથી કામગીરી કરશે, જેની વિગત નીચે મુજબ છે.
 કાયદાકીય સલાહકારની નિમણંૂક કુલ-૭, ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટસની પેનલની નિમણૂંઝ (અપ્રમાણસર મિલકતના કેસોમાં) નાણાંકીય સલાહકારની (સીએ) નિમણૂંક રેવન્‍યુ સલાહકારની નિમણૂંક,  ટેકનીકલ સલાહકારની નિમણૂંક, ખાસ સરકારી વકીલોની (સ્‍પે.પી,પી.શ્રી) નિમણૂંક, પેરવી ઓફીસરની નિમણુંક (Legal Support Staff)
    એ.સી.બી. ને આધુનિક બનાવવા સરકારશ્રીએ નીચે મુજબની સુવિધાઓ પુરી પાડેલ છે. (૧) લાંચ રૂશ્વત વિરોધી બ્‍યૂરો માટે વિવિધ ડિજીટલ સાધન સામગ્રી ખરીદવા બાબતની નવી સેવા માટે શ્રી મુજબના સાધનો ખરીદવા રૂ.૯૦.૪૦ લાખ ફાળવ્‍યા, (૨) ફોરેન્‍સીક વર્ક સ્‍ટેશન. (૩) એનાલીસીસ એન્‍ડ ડેટા વિજ્‍યુલાઇઝેશન મોડ્‍યુલ. (૪) ડેટા બેઝ ડ્રીવન ફોરેન્‍સીક એનાલીસીસ સોફટવેર. (૫) મોબાઇલ ડીવાઇસ ડેટા એક્‍સપ્રેસન ડીવાઇસ. (૬) સોશ્‍યલ ઈ- ડીસ્‍કવરી સોફટવેર.
આઇ.ટી. લગત સઘન સામગ્રી ખરીદ કરવા સારૂ રૂ. ૩૦૦ લાખની ફાળવણી સરકારશ્રી તરફથી કરવામાં આવેલ છે. (૧) કોમ્‍પ્‍યુટર (૨) પ્રિન્‍ટર (૩) કોપીયર મશીન (૪) સ્‍કેનર (પ) ડીઝીટલ કેમેરા

 

(3:12 pm IST)