Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સુરતમાંથી કરોડો ખંખેરનાર મુખ્ય આરોપીને ECO સેલે ચંડીગઢથી ઝડપ્યો

ક્રિપ્ટો કરન્સી અને ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ ઉપર રોજનું ૧ ટકા કમીશન આપવાનું કહી

સુરત, તા.૪: તાજેતરમાં જ છેતરપિંડી થયાના ઘણા કેસો સામે આવી ગયા છે. ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણના નામે ૨ કરોડ ૬૫ લાખ ખંખેરી નાખ્યા છે. ગુજરાતમાં જ્યારે પણ બીટકોઈનની વાત સામે આવે ત્યારે સુરત મોખરે રહે છે. તેમ આવી ચેન સિસ્ટમમાં પણ સુરતના લોકો પણ અગાઉ ભોગ બની ચુક્યા છે ત્યાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.

જેમાં આ ગેંગનો મુખ્ય પ્રમોટર ચંડીગઢથી પકડાયો છે.જયપુરની ઠગ ત્રિપુટીએ બનાવટી આઇમેકસ કેપિટલ કંપનીના નામે કરોડો રૂપિયા ઉસેટી લીધા હતા દૈનિક ૧ ટકા કમિશનની સુરત ક્રિપ્ટો કરન્સી અને ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ ઉપર રોજનું એક ટકા કમિશનની લાલચ આપી આઇમેકસ કેપિટલ અને આઇમેકસ ગ્લોબલ નામની બનાવટી કંપની ઉભી કરી કરોડોની છેતરપીંડી કરનારી જયપુરની ત્રિપુટી વિરૂદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ૨ કરોડ ૬૫ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હતી.

સુરત પોલીસ કમિશનર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ આર્થિક ગુના નિવારણ શાખાએ આ પ્રકરણમાં મુખ્ય પ્રમોટર કહેવાતા અને જયપુરમાં ઝડપાયા બાદ ભાગીને ચંદીગઢની હોટેલમાં છુપાઇ રહેલાં મનોજ પટેલને ઝડપી લીધો હતો. જેમાં ચ્ઘ્બ્ સેલના ACP વી કે પરમાર અને PSI ગણપત સુથારની ટીમ દ્વારા આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

(3:24 pm IST)