Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

હિંમતનગરમાં પાલિકા દ્વારા છેલ્લા બે દિવસમાં 28 જેટલા મિલ્કત ધારકોની મિલ્કત સીલ કરવામાં આવી

હિંમતનગર:નગરપાલિકાના ટેક્ષ વિભાગની ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં ૨૮ જેટલા મિલ્કત ધારકોની મિલ્કતો ઉપર સીલીંગ કાર્યવાહી હાથ ધરાતા પાલિકાનો ટેક્ષ ન ભરતા બાકીદાર મિલ્કત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાના ટેક્ષ વિભાગે ૨૦૦ થી વધુ બાકીદારોને ટેક્ષ ભરવા માટે વોરંટની બજવણી કરતા આવા બાકીદારોમા હવે દોડધામ મચી છે.

પાલિકાની બે દિવસની સીલીંગ કાર્યવાહીને પગલે આસપાસના વેપારીઓ પણ સમગ્ર કાર્યવાહીને નિહાળવા ટોળે વળ્યા હતા.  પાલિકાએ ટેક્ષ ન ભરતા રીઢા બાકીદારો વિરૃધ્ધ કડક કાર્યવાહી હાથ ધરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ટેક્ષ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ જે બાકીદારોના ટેક્ષ ભરવાના બાકી છે અને જે ઓને વોરંટની બજવણી થઈ છે તેઓ તાકીદનો પોતાનો ટેક્ષ નહિ ભરે તો આવા મિલ્કત ધારકો વિરૃધ્ધ બોજાની નોંધ કરી મિલ્કત નિષ્ક્રીય કરવા સુધીની ચિમકીઓ પણ તંત્ર દ્વારા આપી દેવાઈ છે. પાલિકાના ટેક્ષ વિભાગ દ્વારા ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં વિભાગને રૂ. ૭ કરોડથી વધુની આવક થઈ છે.

(5:38 pm IST)