Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગાંધીનગર નજીક ટિંટોડા ગામે મિત્રની બર્થડે પાર્ટીમાં ઉજવવા આવેલ યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર:ગાંધીનગર શહેર નજીક આવેલા ટીંટોડા ગામે મિત્રની બર્થડે પાર્ટી ઉજવવા આવેલા કલોલના પલાસણાના યુવાન અને તેના મિત્રને ત્યાં હાજર અન્ય યુવાનોએ બોલાચાલી કરીને માર માર્યો હતો અને ધોકાઓ વડે ખુની હુમલો કરતાં બન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પેથાપુર પોલીસે ચાર શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.   

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કલોલના પલાસણા ખાતે રહેતાં યુવાન ગોપાળજી ખોડાજી ઠાકોરે ફરીયાદ નોંધાવી હતી કે ગત શનિવારે રાત્રે ટીંટોડા ગામે રહેતા ટીનાજી દિવાનજી ઠાકોરનો જન્મ દિવસ હોવાથી તેના મિત્ર રાજ સોનાજી ઠાકોર સાથે ગયા હતા અને જયાં જમીને મિત્રો તેમજ અન્ય વ્યક્તિઓ પણ ત્યાં બેઠા હતા તે દરમ્યાન રાત્રે વિશાલ ઉર્ફે પપ્પુ ભુપતભાઈ દંતાણી રહે.સઈજ સાથે વાતવાતમાં ઝગડો થયો હતો અને તેણે હુમલો કરી દીધો હતો. આ સમયે મિત્ર રાજ ઠાકોર છોડાવવા વચ્ચે પડયો હતો જેથી રાજુજી હિંમતજી ઠાકોર રહે.ટીંટોડાઅનીલજી ચેલાજી ઠાકોરે લાકડીઓ લઈ વિશાલનું ઉપરાણું લઈ રાજના માથાના ભાગે મારી હતી. રોહીતજી ઉમાજી ઠાકોર રહે.સઈજ પણ ઉપરાણું લઈને માર મારવા લાગ્યો હતો. પાર્ટીમાં શરૃ થયેલી આ તકરારને પગલે ટીનાજીએ વચ્ચે પડીને છોડાવ્યા હતા અને ઘાયલ ગોપાળજી અને તેમના મિત્ર રાજ ઠાકોરને સારવાર માટે કલોલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં તેમની ફરીયાદના આધારે પેથાપુર પોલીસે આ ચારેય શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ આરંભી હતી. 

 

(5:40 pm IST)