Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સુરતના પાંડેસરા વિસ્તારમાં ડિઝાઈનરને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ દુષ્કર્મ આચરી તરછોડી દેનાર એક પુત્રીના પિતા વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: પાંડેસરા વિસ્તારની ઇન્ટીરીયર ડિઝાઇનરને એક પુત્રીના પિતા એવા એસબીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મીએ પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ગર્ભવતી બનાવી જબરજસ્તી ગર્ભપાતની ગોળી પીવડાવી દીધાની ફરીયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે.

પાંડેસરા વિસ્તારમાં રહેતી ઇન્ટીરીયર ડિઝાઇનર હેતાલી ગોહિલ (ઉ.વ. 26 નામ બદલ્યું છે) પર દોઢ વર્ષ અગાઉ એસબીઆઇના ક્રેડિટ કાર્ડ માટે બમરોલીની એસબીઆઇની બ્રાંચ પર ગઇ હતી ત્યારે તેનો પરિચય હેમચંદ્ર રતનલાલ દાયમા (ઉ.વ. 29 રહે. 74, રામનગર સોસાયટી, વેલકામ પાનની પાછળ, ઉધના) સાથે પરિચય થયો હતો. હેમચંદ્રએ કાર્ડના બહાને અવારનવાર કોલ કરી તું જો મારી સાથે લગ્ન નહીં કરે તો આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી હતી. દરમિયાનમાં હેમચંદ્ર હેતાલીને તેના ઘરે લઇ ગયો હતો અને માતા, ભાઇ તથા પત્નીની ઓળખ બહેન તરીકે અને દોઢ વર્ષની પુત્રીની ઓળખ ભાણેજ તરીકે આપી હતી. ઉપરાંત હેતાલીને દુકાન ભાડે રાખવામાં મદદ કરી લીવ એન્ડ લાયસન્સના કરારમાં હેતાલી ગોહિલના બદલે હેતાલી દાયમા નામે જબરજસ્તી સહી કરાવી ડુમ્મસની હોટલ મીરામાં લઇ જઇ હેતાલી સાથે હેમચંદ્રએ શરીર સંબંધ બાંધ્યા હતા. જો કે ગત જુલાઇમાં હેમચંદ્રના પેટીએમ પ્રોફાઇલમાં પત્ની સાથેનો ફોટો જોતા હેમચંદ્રનો ભાંડો ફૂટી ગયો હતો. જેથી હેમચંદ્રએ હેતાલીને જબરજસ્તી ગર્ભપાતની ગોળી પીવડાવી દીધી હતી.

(5:43 pm IST)