Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

દાહોદથી વડોદરા તરફ આવતી ઇકો કારની બોનેટમાં છુપાવેલ દારૂ બિયરની 222 બોટલ સાથે પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી

વડોદરા: દાહોદથી વડોદરા તરફ આવતી એક ઇકો ગાડીના બોનેટમાં છુપાવેલી દારૃ અને બીયરની ૨૨૨ બોટલો સાથે જિલ્લા પોલીસે પિતા અને પુત્રને ઝડપી પાડયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા પાસિંગની એક ઇકો ગાડી હાલોલથી સાવલી થઇ વડોદરા તરફ જવાની છે તેવી બાતમીના આધારે એલસીબીના સ્ટાફે સાવલી-હાલોલરોડ પર વકીલપુરા ગામના સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી હતી. બાતમી મુજબની ઇકો ગાડી આવતા તેને રોકી ગાડીમાં તપાસ હાથ ધરતા બોનેટમાં છુપાવેલી દારૃ અને બીયરની બોટલો અને ટીનનો જથ્થો મળ્યો હતો.

ગાડીમાં બેસેલા પિતા નરવત મોહનસિંહ ચૌહાણ અને પુત્ર કરણ(રહે.માંકડ તા.કાલોલ, જિલ્લો પંચમહાલ)ની અટકાયત કરી તેઓની પાસેથી પોલીસે દારૃ બીયરનો જથ્થો, બે મોબાઇલ અને ઇકો ગાડી મળી કુલ રૃા.૩.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૃના જથ્થા અંગે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દાહોદના પીટલ ખાતે મામા નામના શખ્સ પાસેથી જથ્થો લાવ્યા હતા અને આણંદ જિલ્લાના ગંભીરા ખાતે રહેતા રાવજી ચીમન તળપદાને પહોંચાડવાનો  હતો. આ અંગે સાવલી પોલીસમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:46 pm IST)