Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ઊંઝા ઉમિયાધામના નવા પ્રમુખ ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ વિરુદ્ધ ધાર્મિક સંસ્થા ખોટી રીતે કબજે કરવાનો આરોપ

બાબુભાઈ પટેલ દસક્રોઇથી ભાજપના ધારાસભ્ય છે.

કડવા પાટીદાર સમાજનું આસ્થા કેન્દ્ર છે ઊંઝા ઉમિયાધામ છે. ચૂંટણી બાદ કારોબારી સભામાં હોબાળો:

૧૦૦ કારોબારી સભ્યોએ વોક આઉટ કર્યો. પ્રમુખ પદના અન્ય ઉમેદવારોએ સભાનો વિરોધ કર્યો. ખોટી રીતે બાબુભાઈ જમનાદાસને પ્રમુખ બનાવ્યા હોબવાનો ઉપપ્રમુખ અને પ્રમુખપદના ઉમેદવાર પ્રહલાદભાઈ કામેશ્વરનો આરોપ: સંસ્થાના બંધારણની વિરુદ્ધ જઈ બાબુભાઈ જમનાદાસની પ્રમુખ પદે વરણી: ૧૯ કારોબારી સભ્યોના ચૂંટણી પહેલાં જ નામ ગાયબ કરાયાનો ગંભીર આક્ષેપ:  ૧૫થી વધુ ગાડીઓના પોલીસ કાફલા વચ્ચે ચૂંટણી યોજાઈ ?

વિશ્વભરના કરોડો પાટીદારની મુખ્ય સંસ્થા ઉંઝા મંદિરની  ચૂંટણી થઈ હતી. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ અને મંત્રી પદની બપોરે ૨ વાગ્યે ચૂંટણી થઈ હતી. હાલના પ્રમુખ મણીભાઇ મમ્મી અને મંત્રી દિલીપભાઇ નેતાજી સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે. ૮ વર્ષથી ઉપપ્રમુખ રહી ચુકેલાં પ્રહલાદભાઇ કામેશ્વરના સમર્થનમાં ૨૫૦માંથી ૧૯૦ સભ્યો હતાં. મણીભાઇ મમ્મીએ સમય કરતાં વધુ કાર્યકાળ ભોગવ્યાની સભ્યોની રાવ.. પૈસાના જોરે બાબુ જમનાદાસ પટેલ પ્રમુખ બન્યાના આક્ષેપો. ભારે વિવાદથી ચૂંટણી ઘેરાયેલી રહી. વિડિઓ વાયરલ.

(6:27 pm IST)