Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજ્યના વહીવટી કેડરના 16 અધિકારીઓને IAS તરીકે બઢતી

જે.પી.દેવાંગન, એસ.ડી.ધાનાણી, ડી.એમ.સોલંકી,પી.એન.મકવાણા, એ.જે.અસારી, બી.કે.વસાવાને અને બી.બી.વાહોનીયા, આર.આર.ડામોર, એસ.પી.ભાલોરા તેમજ એલ.એમ.ડીંડોર, બી.ડી.નિનામાં, એન.વી.ઉપાધ્યાયને બઢતી: આ અધિકારીઓને સિનિયર સ્કેલ(લેવલ 12)માંથી સિલેક્શન સ્કેલ(લેવલ 13)માં મુકાયા

અમદાવાદ : ગુજરાત વહીવટી કેડરના 16 અધિકારીઓને IAS તરીકે બઢતી મળી છે. GAS કેડરના અધિકારીઓનું IASમાં પ્રમોશન અપાયું છે, જે અધિકારીઓને બઢતી આપવામાં આવી છે તેમાં જે.પી.દેવાંગન, એસ.ડી.ધાનાણી, ડી.એમ.સોલંકીનો સમાવેશ થાય છે. જ્યારે પી.એન.મકવાણા, એ.જે.અસારી, બી.કે.વસાવાને અને બી.બી.વાહોનીયા, આર.આર.ડામોર, એસ.પી.ભાલોરા તેમજ એલ.એમ.ડીંડોર, બી.ડી.નિનામાં, એન.વી.ઉપાધ્યાયને બઢતી આપવામાં આવી છે.

અગાઉ પણ રાજ્યમાં અધિકારીઓની બદલી અને બઢતીનો  કરવામાં આવી હતી જેમાં રાજ્યના GAS કેડરના ક્લાસ-1 ના 21 અધિકારીઓને બઢતી આપવામાં આવી હતી. જ્યારે આ અધિકારીઓને સિનિયર સ્કેલ(લેવલ 12)માંથી સિલેક્શન સ્કેલ(લેવલ 13)માં મુકવામાં આવ્યા હતા.. ત્યારે વધુ એક વાર રાજ્યમાં વહીવટી કેડરના 16 અધિકારીઓને  IAS તરીકે બઢતી મળી છે. જેને લઈને પ્રમોશન મળતા અધિકારીઓના પરિવાજનોમાં ખુશીનો માહોલા જોવા મળી રહ્યો છે. 

(7:30 pm IST)