Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

અમદાવાદના ક્રૃષ્ણનગરમાં પતંગ ચગાવતા 12 વર્ષીય કિશોરનું ત્રીજા માળના ધાબેથી નીચે પટકાતા કરૂણમોત

વાલીઓ અને બાળકો માટે લાલબત્તી સમાન કિસ્સો : ઉત્તરાયણ આવ્યા પહેલા જ આ કિસ્સો બન્યો

 

: અમદાવાદના ક્રૃષ્ણનગરમાં રહેતા એક પરિવારનો 12 વર્ષીય કિશોર ઉત્તરાયણના તહેવાર નજીક હોવાથી પતંગ ચગાવવા માટે ઘરના ધાબા પર ગયો હતો. કિશોર પતંગ ચગાવી રહ્યો હતો દરમિયાન અચાનક જ ધાબા પરથી નીચે પડી ગયો હતો. ધાબા પરથી પડતા કિશોરને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજ્યું હતુ. આ અંગે ક્રૃષ્ણનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ આવ્યા પહેલા જ આ કિસ્સો બનતા વાલીઓ પોતાના બાળકો માટે ચિંતામાં મુકાયા હતા.

ઉત્તરાયણના તહેવારમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં પતંગ રસીયાઓ અને બાળકો પતંગો ચગાવવા લાગ્યા છે પરંતુ પતંગ ચગાવવાની મજા કેટલાક પરીવારજનો માટે સજારૂપ પણ સાબિત થતુ હોય છે. અમદાવાદના ક્રિષ્નનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા એક પરિવાર 12 વર્ષીય પ્રિંશ અમિત ચુનારાને ઉત્તરાયણના તહેવારનો વધુ શોખ હોવાથી તે પોતાના ઘરના ધાબે પતંગ ચગાવવા માટે ગયો હતો.

કિશોર પતંગ ચગાવતા ચગાવતા ત્રીજા માળેથી જમીને પટકાઈ પડ્યો હતો. જેથી ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઇજાઓ વધુ હોવાથી પરિવારે પ્રિંશને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રિંશને મૃત જાહેર કર્યો હતો. આ અંગેની જાણ પરીવારને તેમના પર દુખનું આભ ફાટી પડ્યું હતું. ક્રિષ્નનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

(11:31 pm IST)