Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં અજાણી મહિલાનો મળ્યો મૃતદેહ: પ્રવાસી કે સ્થાનિક નો મૃતદેહ તે બાબતે અટકળો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાઘડીયા ગામ નજીક નર્મદા નદીના પાણીમા અજાણી મહિલાની લાશ ડિસ્કમ્પોઝ થયેલી હાલતમાં મળી આવી હોય આ બાબતે કેવડીયા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી પોલીસે શોધખોળ શરૂ કરી છે .મળતી વિગત મુજબ કેવડીયા કેટેગરીથી બી આર જી ભવનની પાછળ વાઘડિયા ગામ નજીક નર્મદા નદી ના પાણીમાં એક અજાણી મહિલાની ડિસ્કમ્પોઝ થયેલી લાશ મળી આવી છે .અંદાજિત 35 થી 40 વર્ષની ઉંમર શરીર મધ્યમ બાંધાની અને રંગે ઘઉં વર્ણ ઉંચાઈ 5 ફૂટ 2 ઇંચ છે અને વણ ઓળખાયેલી હાલતમાં આ લાશ મળી આવી હતી.જેનો કોઈ વાલી વારસ ન થતા કેવડીયા પોલીસ દ્વારા ફોન નંબર 02640 299101,મોબાઈલ નંબર 98252 68497 પર સંપક કરવા જણાવવામાં આવ્યું છે.

(11:09 pm IST)