Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

શેરા એનર્જીનો આઇપીઓ ૭મીએ ખુલશેઃ ૯મીએ બંધ થશે

(કેતન ખત્રી) અમદાવાદઃ શેરા એનર્જી લિમિટેડ, તાંબુ, એલ્‍યુમિનિયમ અને પિતળ જેવી લોખંડ વિનાના ધાતુઓમાંથી બનેલા વિન્‍ડિંગ વાયર અને સ્‍ટ્રીપ્‍સના ઉત્‍પાદનના વ્‍યવસાયમાં સંકળાયેલી, ૭મી ફેબ્રુઆરીના રોજ તેની પ્રારંભિક જાહેર ઓફર ૯મીએ બંધ થશે ખોલવાની દરખાસ્‍ત કરે છે. કંપનીએ આઇપીઓ દ્વારા રૂા.૩૫.૨૦ કરોડ મેળવવાની દરખાસ્‍ત કરી છે અને શેર એનએસઇ ઇમર્જ પ્‍લેટફોર્મ પર સુચિબદ્ધ થશે. ઇશ્‍યુનું કદ ૬૧,૭૬,૦૦૦ ઇકિવટી શેર્સ સુધીનું છે.

જેમાંૅથી ફ્રેશ ઇશ્‍યૂ ૧૦,૪૮,૦૦૦ ઇકિવટી શેર્સ સુધીનો અને ઓફર ફોર સેલ  ૫૧,૨૮,૦૦૦ ઇકિવટી શેર્સ સુધીનો હશે. આઇપીઓમાંથી મળેલી ચોખ્‍ખી આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્‍ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. ઇશ્‍યુ ૯મી ફેબ્રુઆરીના રોજ બંધ થશે, કંપનીએ પ્રી-આઇપીઓ પ્‍લેસમેન્‍ટમાં રૂા.૧૦.૦૮ કરોડના કુલ ૧૮,૦૦,૦૦૦ ઇકિવટી શેર પહેલેથી જ મૂકયા છે. ઇશ્‍યૂના બુક રનિંગ લીડ મેનેજર હોલાની કન્‍સલ્‍ટન્‍ટસ પ્રાઇવેટ લિમિટેડ છે અને ઇશ્‍યૂના રજીસ્‍ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ તેમ શેરા એનર્જી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી નસીમ શેખે જણાવ્‍યુ હતુ.

(11:51 am IST)