Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જીએચસીએલની ૧૨ વર્ષના સમયગાળામાં આવક ૩.૫ ગણી વધીને ૪,૦૦૦ કરોડ થઈ

(કેતન ખત્રી), અમદાવાદઃ વર્ષ ૧૯૮૩માં સ્‍થપાયેલી જીએચસીએલ એ લગભગ રૂ. ૪,૮૦૦ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી અત્‍યંત વૈવિધ્‍યીકરણ પામેલી કંપની છે. આ કંપની બે મહત્ત્વના વ્‍યવસાયો ધરાવે છેઃ અજૈવિક રસાયણો અને ટેકસટાઇલ્‍સ.આ ક્ષેત્રોમાં લગભગ ચાર દાયકાની ઉપસ્‍થિતિની સાથે ભારતમાં એન્‍હાઇડ્રસ સોડિયમ કાર્બોનેટ (સોડા એશ)ના બીજા સૌથી મોટા ઉત્‍પાદનકર્તા હોવાને લીધે જીએચસીએલ ગુજરાતના સૂત્રાપાડામાં આવેલા તેના પ્‍લાન્‍ટ મારફતે દેશની સોડા એશની કુલ વાર્ષિક માંગમાંથી ૨૫્રુને સંતોષે છે.

 આ પ્‍લાન્‍ટ સોડા એશની વાર્ષિક ૧.૨ મિલિયન ટન (એમટીપીએ) સ્‍થાપિત ક્ષમતા ધરાવે છે. આ સિવાય, તે ગુજરાત અને તામિલનાડુમાં વ્‍યાપક ઉપસ્‍થિતિની સાથે ચૂનાના પથ્‍થર, લિગ્નાઇટની ખાણો અને સોલ્‍ટવર્ક્‍સનું બેકવર્ડ ઇન્‍ટીગ્રેશન પણ ધરાવે છે. છેલ્લાં બે દાયકા દરમિયાન કંપનીએ સ્‍પિનિંગ બિઝનેસમાં પગરણ માંડ્‍યાં છે, જેને તેણે ૨.૨૫ લાખ સ્‍પિન્‍ડલ્‍સ સુધી વિસ્‍તાર્યો છે. આ કંપની પવન અને સૌર ઊર્જા સહિત ૪૭ મેગાવોટની પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ક્ષમતા પણ ધરાવે છે, જે સ્‍પિનિંગ બિઝનેસમાં તેની લગભગ ૭૫ ટકા ઊર્જા જરૂરિયાતોને સંતોષે છે. વર્ષ ૨૦૧૦થી વર્ષ ૨૦૨૨ સુધીના ૧૨ વર્ષના સમયગાળામાં જીએચસીએલની આવક ૩.૫ ગણી વધીને રૂા.૪,૦૦૦ કરોડ થઈ ગઈ છે, જ્‍યારે આ જ સમયગાળા દરમિયાન કરવેરાઓની ચૂકવણી કર્યા પહેલાનો નફો (પીબીટી) ૭ ગણો વધીને રૂા.૮૦૦ કરોડ થઈ ગયો છે. આ સાથે જ કંપનીનું ઋણ ઘટીને રૂા.૧,૪૦૦ કરોડ થઈ ગયું છે અને હવે તે વધારાની રોકડ ધરાવવાની સાથે સ્‍પષ્ટ ઋણમુકત કંપની બની ગઈ હોવાનું યાદીમાં જણાવાયું છે.

 

(3:50 pm IST)