Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

રાષ્‍ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ. મ.સા.નો કાલે ઘાટકોપરમાં મંગલપ્રવેશ

પરમ ગુરૂદેવની ૩૨મી દીક્ષા જયંતિ નિમિતે પારસધામમાં ૮ થી ૧૨ ફેબ્રુઆરી પાંચ દિવસીય ‘પરમ આનંદ' ઉત્‍સવ

રાજકોટ,તા. ૪ : કચ્‍છની ધરા પર જૈન - જૈનેત્તર ભાવિકોને ધર્મભાવથી ભાવિત કરતું ઐતિહાસિક ચાતુર્માસ પરિપૂર્ણ કરીને ગોંડલ, જેતપુર, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, પાલીતાણા, બરોડા આદિ અનેક ક્ષેત્રોમાં ધર્મ પ્રભાવના કરતાં કરતાં ફરી મુંબઈ મહાનગરીને પાવન કરવા પધારી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આગમનને અત્‍યંત આનંદ- ઉત્‍સાહ અને અહોભાવથી વધાવવા મુંબઈના ભાવિકો આતુર બની રહ્યાં છે.

લાંબા સમય બાદ મુંબઈ પધારી રહેલાં પરમ ગુરુદેવના મંગલ પ્રવેશ અવસરે ભવ્‍ય સ્‍વાગત શોભાયાત્રા આવતીકાલ સવારે ૮ કલાકે અનન્‍ય ગુરુભક્‍ત મહેતા પરિવારના નિવાસસ્‍થાન - ૭૦૧ , વિશ્વમિત્રા રામબાણ ચોક, ઘાટકોપર (ઇસ્‍ટ)થી પ્રારંભ થઈને જયકાર ગુંજાવતી પારસધામના આંગણે વિરામ પામશે.

જ્‍યારે તા. ૧૦ના રોજ પરમ ગુરુદેવ સંયમ જીવનના ૩૨ વર્ષ પૂર્ણ કરીને ૩૩શ્વફુ વર્ષનો મંગલમય પ્રારંભ કરી રહ્યાં છે ત્‍યારે તેમના સંયમ જીવનની અનુમોદના સ્‍વરૂપ પરમ આનંદ ઉત્‍સવ'નું વિશિષ્ટ આયોજન પારસધામ-ઘાટકોપરના આંગણે તા. ૮ થી ૧૨ ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ માટે કરવામાં આવ્‍યું છે. તા. ૮ના રોજ સવારના ૮ કલાકે આનંદ ક્‍યાં?' અવસરની સાથે સાંજે ૭:૩૦ થી ૯:૩૦ કલાક દરમિયાન તપસમ્રાટ પૂજય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના ૨૫મી પુણ્‍યસ્‍મૃતિ અવસરે એમના જીવન આધારિત નાટિકા મહાપુરુષ'ની પ્રસ્‍તુતિ થશે. આ બંને કાર્યક્રમ પરમ પટાંગણ' ડી.જે. દોશી ગુરુકુલ હાઇસ્‍કુલ, તિલક રોડ, ઘાટકોપર(ઇસ્‍ટ) ખાતે યોજાશે.

પારસધામના આંગણે તા.૯ના રોજ સવારે ૮ કલાકે ૩૭ સંત-સતીજીઓની દીક્ષા જયંતિ નિમિત્તે આનંદની લાઈફ સ્‍ટાઇલ' અવસર યોજાશે. તા.૧૦ના સવારે ૮ કલાકે આપના જેવી સ્‍માઈલ' અવસર સાથે દસમાં વ્રતની આરાધનાનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. તા. ૧૧ના રોજ સવારના ૮ કલાકે ઇનડીપેનડેન્‍ટ આનંદ' અંતર્ગત સાધર્મિક શિબિરનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્‍યું છે.

ઉપરાંતમાં, તા.૧૨ના રોજ ફેબ્રુઆરીએ સવારના ૯ કલાકે પરમ આનંદ' અવસર સાથે અદભુત નાટિકાની પ્રસ્‍તુતિ ઉપરાંત પરમ ગુરુદેવના સંયમ જીવનના ૩૨ વર્ષનો ઉત્‍સવ તેમજ તે આત્‍માયાત્રાની ઝલક સ્‍વરૂપ ધ ડિવાઇન જર્ની' પુસ્‍તિકાનું વિમોચન કરવામાં આવશે.  આ અવસર ઝવેરબેન ઓડિટોરિયમ, શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળાની બાજુમાં, હિંગવાલા ઉપાશ્રય લેન, ઘાટકોપર ખાતે યોજાશે.

આ સાથે જ મુંબઈના અલગ અલગ વિસ્‍તારોમાં પરમ સાત્‍વિક - ધ નોન-મસાલા હાઉસ' અંતર્ગત મસાલા, ફ્રુટ્‍સ, વેજિટેબલ્‍સ વગરનું આયંબિલનું ફૂડ ટેસ્‍ટ કરાવી, આયંબિલ પણ ટફ નથી તે પ્રેરણા જગાડવામાં આવશે. પરમ ગુરુદેવના પાવન સાંનિધ્‍યે, જીવનને એક નવી દૃષ્ટિ આપનારા આ દરેક અવસરમાં પધારવા તેમજ ગુરુ દર્શન- વંદનનો લાભ પામવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પારસધામ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

 

(3:51 pm IST)