Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સુરતમાં રખડતા શ્વાનો આતંક:બાળકીના હાથે પગે બચકા ભરતા લોકોમાં ભય

સુરત: રખડતાં કૂતરાનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. વડોદરામાં એક મહિલાને કૂતરાઓએ હૂમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે સુરતમાં પણ ફરીવાર રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે. વેડરોડ વિસ્તારમાં એક બાદ એક ત્રણ જેટલા કિસ્સાઓમાં બાળકોને શ્વાન દ્વારા કરડવાની ઘટના સામે આવી છે. જેને કારણે લોકોમાં શ્વાનોના હુમલાને લઈને ભય જોવા મળી રહ્યો છે. આ અગાઉ કૂતરાએ બચકા ભરતાં વરાછા વિસ્તારની માસુમ દીકરીના ગાલ ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા ઈંટવાળા ફળિયામાં રખડતા કૂતરાનો આતંક દેખાયો છે.ઈંટવાડા ફળિયામાં જ્યારે બાળકી ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે કૂતરાએ તેને જોતા જ તેના ઉપર હુમલો કરી દીધો હતો અને તેને ગંભીર રીતે કરડી લીધી હતી. આસપાસના લોકો એકત્રિત થઈ જતા માસૂમને છોડાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે કૂતરો જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે બાળકી સામેથી દોડતી દોડતી આવી રહી હતી. તેના ઉપર કૂતરાની નજર જતાની સાથે જ તેણે તેના ઉપર હુમલો કરી દીધો હતો અને આસપાસ ત્યારે કોઈ ન હોવાને કારણે બાળકીના હાથ અને પગના ભાગે બચકાં ભરી લીધાં હતાં.બાળકી જ્યારે બૂમાબૂમ કરી ત્યારે આસપાસના લોકો દોડી આવતા જોયું કે કૂતરા દ્વારા બાળકી ઉપર હુમલો કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ લોકોનું ટોળું એકત્રિત થઈ જતા કૂતરો ત્યાંથી નાસી ગયો હતો.

(6:15 pm IST)