Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

વસ્તી વધારાને કંટ્રોલમાં લાવવો હોય તો તમામ ધર્મ માટે 2 બાળકોનો નિયમ ફરજીયાત બનાવવો જોઈએ : સાંસદ મનસુખભાઈ વસાવા

સાંસદ મનસુખભાઈ વસાવાએ લોકસભામાં ઉઠાવ્યો પ્રશ્ન જો વસ્તી વધારો ના રોકાયો તો આવનારા દિવસોમાં વિકટ પરિસ્થિતિ સર્જાશે

(ભરત શાહ દ્વારકા) રાજપીપળા: સંસદ ભવન ખાતે શિયાળુ સત્ર દરમ્યાન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ લોકસભામાં દેશની વિકટ સમસ્યા વસ્તી વધારોને કાબુમાં લાવવા સરકારને રજુઆત કરી દેશમાં વસતી તમામ જાતિઓ માટે એક સરખો નિયમ બનાવો 2 બાળકોથી એક પણ વધુ નહીં નો કડક નિયમ બનાવવા ભાજપ સરકાર પગલાં ભરે એવી માંગ કરી છે.

સાંસદ મનસુખ વસાવાએ રજુઆત કરી કે દેશમાં વસ્તી વિસ્ફોટના કારણે રાષ્ટ્ર સામાજિક-આર્થિક અને  પ્રાકૃતિક દૃષ્ટિએ અસંતુલન તરફ વધી રહ્યો છે.વસ્તી વધારાના વિસ્ફોટને કારણે મોંઘવારી, બેરોજગારી જેવી અનેક સમસ્યા વધી રહી છે.દેશની અંદર જોશીમઠ જેવા સનાતન સંસ્કૃતિના પ્રતીક ધાર્મિક સ્થળોના તાનાબાના બગડી રહયા છે. ગરીબી, બેરોજગારી પ્રદુષણ ,મિલાવટ અપરાધ જેવી સમસ્યાઓ નિરંતર વધી રહી છે માત્ર જાગૃત ના સહારે આ ભયાનક પરિસ્થિતિ નો સામનો કરવો મુશ્કેલ છે.જો આ અંગે ભારત સરકારે વહેલા પગલાં નહીં લીધા તો ભયાનક પરિસ્થિતિ ઉભી થશે 370 કલમની જેમ તમામ જાતિઓ પર સમાન નિયમ લાવવાની ઉગ્ર માંગ સાંસદ મનસુખભાઈ  વસાવા એ કરી છે.

(10:28 pm IST)