Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

નર્મદા LCB પોલીસે ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો પકડી વન વિભાગને સોંપ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનું વનવિભાગ ઊંઘતું રહ્યું અને નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રતિબંધિત અને રક્ષિત જાહેર કરાયેલા ખેરના ઝાડના કાપેલા લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. અને આગળની કાર્યવાહી અર્થે આ લાકડા ભરેલી પિકપ વાન, ચાલક અને અન્ય એક શખ્શને રાજપીપળા વનવિભાગને સોંપવામાં આવ્યા હતા,રાજપીપળા રેન્જના R.F.O દ્વાર આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ લાકડાં ડેડીયાપાડાની સોરાપાડા રેંજની હદમા આવતા ચિકદા ગામેથી ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું, હવે આગળ આ લાકડા જંગલ માંથી કાપી ને ભરવામાં આવ્યા છે કે કેમ? એ દિશા મા તપાસ કરાશે એમ જાણવા મળેલ છે.
  અવાર નવાર વન વિસ્તારમાંથી ખેરનાં લાકડાની ચોરી થતી હોય છે અને અનેકવાર આ ચોરો પકડાયા છે છતાં હજુ પણ આ તસ્કરી બંધ નહિ થવા પાછળનું કારણ શું હશે તે સમજાતું નથી માટે વન વિભાગ આ માટે કડક પેટ્રોલિંગ અને કાર્યવાહી કરે તો ખેર ચોરો ચોરી કરતા અટકી શકે.

(10:30 pm IST)