Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

છેલ્લા છ માસથી સાગબારા પો.સ્ટે.ના પ્રોહી.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી LCB નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાએ જીલ્લાના પો.સ્ટે.માં દાખલ થયેલ ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સુચના અને માર્ગદર્શન આપતા જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ખાનગી બાતમીદાર તેમજ વોચ આધારે ઝડપી પાડવાની સુચના કરતા એલ.સી.બી. ટીમના પોલીસ માણસોને બાતમી મળેલ કે સાગબારા પો.સ્ટે.નાં પ્રોહી.નાં ગુનામાં નાસતો ફરતો પરેશ ઉર્ફે પરવેશભાઇ રમણભાઇ વલવી ( રહે. ગલોઠા ખુર્દ તા. અક્કલકુવા જી.નંદુરબાર) (મહારાષ્ટ્ર) નાનો સેલંબા ખાતે હોવાની ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ટીમના પોલીસ માણસો સેલંબા વિસ્તારમાં વોચમાં રહી પરેશ ઉર્ફે વલવીને ઝડપી પાડી સાગબારા પો.સ્ટે.માં સોંપ્યો હતો.

(10:32 pm IST)