Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂ.૧૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની કચ્છવાસીઓને ભેટ આપશે

મુખ્યમંત્રી રૂ.૯૯૬ કરોડના કુલ ૧૨ કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. ૧૧ કરોડના ૮ કામોનું ઇ-લોકાર્પણ કરશે

ભુજ:મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૫ માર્ચના કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે ૪:૦૦ કલાકે ભુજ-ભચાઉ હાઇવે,  શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૯૯૬ કરોડના કુલ ૧૨ કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. ૧૧ કરોડના ૮ કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.૧૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપશે

મુખ્યમંત્રીની આ મુલાકાતમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો સર્વ કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂધ્ધભાઇ દવે તથા ત્રિકમભાઇ છાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(8:49 pm IST)