Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કોરોના મહામારીમાં માત્ર નવતર જીવન શૈલી આવી છે તેવું નથી,નવતર પ્રકારના સમાચારો લોકોને જ્ઞાન સાથે ગમ્મત પૂરા પાડી રહ્યા છે

દારૂની મહેફિલ,દારૂના અડ્ડા,પર પોલીસ ત્રાટકી જેવા સમાચારો,કે બનાવટી નોટો પકડાઇ તેવા સમાચારો હોય કે આંદોલનકારી પર્ લાઠી ચાર્જ જેવા સમાચારોને સ્થાને હવે નવતર સમાચારો જ્ઞાન સાથે ગમ્મત પૂરા પાડી રહ્યા છે : મોટી સંખ્યામાં આરતી કરવા એકઠા થયેલ ભકતોને ઝડપી લેવાયા,પૂજારી નાસી છૂટે તે પહેલા સકંજામાં, લગ્નમાં નિયત સંખ્યા ભંગ કરનાર વરરાજા,ગોર મહારાજ, વેવાઈ,ફોટો ગ્રાફર સામે ગુન્હા દાખલ જેવા સમાચારો લોકો રસથી વાંચે છે. : હવે આંદોલનકારી પર લાઠીચાર્જ એવા સમાચારોમાં લોકોને નવીનતા નથી લાગતી, દુકાન પર ભીડ રોકવા આ પધ્ધતિના આરોપના સમાચાર રસ જગાવવા સાથે બનાવટી નોટો ને બદલે કરફ્યુ ના બનાવટી પાસ તૈયાર કરનારા ભેજા બાજો અંગેના સમાચારો અંગે લોકો એક બીજા સાથે રસપૂર્વક ચર્ચા કરે છે

રાજકોટ તા .૪:  કોરોના મહામારીની બીજી લહેર કાબૂ બહાર જતા લોકો સામેથી વ્યાપાક પ્રમાણમાં લોકડાઉનની માંગણી ધ્યાને લઈ મિની લોક ડાઉન સરકાર દ્વારા લાદવા સાથે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. કોરાના પરિસ્થિતીને કારણે ઘણું ઘણું પ્રથમ વખત બનવા સાથે અખબારોમાં પ્રચલિત સમાચારો ને બદલે નવતર સમાચારો પ્રસિદ્ઘ થાય છે,.

લોક ડાઉન નિયમનો ભંગ કરી ગુપચુપ રીતે પૂજારી સહિત આસપાસ રહેતા લોકો ખાનગીમાં મોટા પ્રમાણમાં આરતી કરવા આવેલ તે પૈકી પૂજારી સહિત દ્યણા પકડાયા,પોલીસને જોઈ નાશ ભાગ મચી,પકડાયેલ શખ્સો પાસેથી નિયમ ભંગ કરી ભકત્ત્િ। કરવા આવેલ શખ્સોના નામ મેળવાઇ રહ્યા છે.

કોરોના કાળ પહેલા આવા સમાચારો દારૂ અને જુગારની રેડ સમયે પોલીસ દ્વારા અખબારોને આપતા અને અખબારો અને ઘણી વખત સોશ્યલ મીડિયા મારફત આવા સમાચાર જાણવા મળતા, આજ રીતે એક ધાર્મિક સ્થળ નજીક મોટા પ્રમાણમાં એકઠા થયેલ લોકો તથા અન્ય ઝડપાયાના નવતર સમાચારો પણ જોવા મળી રહ્યા છે.                         

કોરોના કાળમાં હવે લગ્ન સમારોહ પાસે પણ પોલીસ વોચ ગોઠવી ઓચિંતી ત્રાટકે છે, વરરાજા, અણવર તથા ગોર મહારાજ અને ફોટોગ્રાફર સાથે કેટરસ' પકડાયાંના સમાચારો લોકોને નિયમ ભંગ કરતા રોકવા સાથે કોરોના કાળમાં મનોરંજન પીરસે છે. રાજકોટમાં તો પેટ આંતરડાના જાણીતા સર્જન ડો. કે.કે.રાવલ પરિવારના લગ્ન સમારોહમાં પોલીસ ત્રાટકી તે સમાચાર ખૂબ મોટા બની ગયા હતા.                                     

નિયમ ભંગ કરી લોકોને એકઠા કરી પાન ફાંકી વેચતા પાંચ વ્યાપારી ઝડપાઈ ગયા, બંધાણીઓમા ભાગ દોડ,ભારે ફફડાટ આવા ન્યૂઝ કોરોના સમયે પ્રથમવાર જ લોકોને વાચવા મળે છે, લોકો પણ આવા સમાચાર ખૂબ રસથી વાંચી મજા લ્યે છે.ઓકિસજન બાટલાની હેરફેર, ઈન્જેકશનના કાળા બજાર જેવા સમાચારો પણ લોકો રસથી વાંચી તે માટે આવા તત્વોને ફિટકાર આપે છે. આમ કોરોના કાળમાં ઘણું ઘણું બદલવા સાથે ખોટા કારણો રજૂ કરી બનાવટી પાસ સાથે નીકળેલ લોકો ઝડપાયા જેવા સમાચારો મનોરંજન પણ કરાવે છે.

સુરેન્દ્રનગરમાં લોક ડાઉન નિયમ ભંગ કરનાર વ્યપારીઓ ઉપર પોલીસે લાઠીચાર્જ કાર્યના આરોપ કે સુરતમા એક મોટી માર્કેટના મેનેજર સામે પણ સાવજ કારણોસર કેશ થયો છે, બનાવટી નોટો છાપીને બજારમાં ફરતા પકડતા લોકો માફક અમદાવાદમાં તો પોલીસ દ્વારા અપાયેલ અલગ અલગ કલરના પાસ ડુપ્લીકેટ બનાવવા બદલ પોલીસે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસનો ધમધમાટ બોલાવ્યો છે, આતો ફકત દૃષ્ટાંત જ છે.

(11:57 am IST)