Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

આણંદના જતીન પટેલે ડુપ્લીકેટ ઈન્જેકશનના કાળાબજાર દ્વારા ૨૫ લાખનું દેણુ ભરપાઈ કર્યુ !!!

હાશ, ડુપ્લીકેટ ઈન્જેકશનની કોઇ આડ અસર દર્દીઓને થઈ ?ન હોવાનો એડી. સીપી ચિરાગ કોરટડીયા,ડીસીપી જયદીપ જાડેજા અને એસીપી ડી.એસ.ચૌહાણના નેતૃત્વવાળી ખાસ તપાસ સમિતિ દ્વારા અહેવાલ શમશેર સિંઘને સુપરત :શ્વાસના સોદાગરની સીપી શમશેર સિંઘના નેતૃત્વવાળી ક્રાઇમ બ્રાન્ચ ટીમની તપાસમાં ચોંકાવનાર તથ્યો સાથે નિરાતે શ્વાસ લઈ શકાય તેવી બાબતો બહાર આવ્યાની બાબતને અકિલા સાથેની વાતચીતમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.સોલંકી દ્વારા સમર્થન.

રાજકોટ તા. ૪: વડોદરા પોલીસ કમિશનરની સીધી દેખરેખ નીચે ડુપ્લીકેટ રેમેડિસિવિર ઈન્જેકશન નું આખું ગોદામ ઝડપી લેનાર ક્રાઇમ બ્રાન્ચ અર્થાત્ ડીસીબી પીઆઇ એમ.આર. સોલંકીની ટીમના તપાસના ધમધમાટ વચ્ચે આણંદના મેડિકલ સ્ટોર ધરવતા જતીન પટેલ દ્વારા આવા ઈન્જેકશન મોટા કમિશન સાથે વેચી પોતાનું રૂપિયા ૨૫ લાખનું દેવું ચૂકતે કરી દીધાની હકીકત મળી હોવાનું તથા આ દિશામાં વિશેષ તપાસ ચાલી રહી હોવાની બાબતને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.સોલંકી દ્વારા 'અકિલા' સાથેની વાત ચીતમાં સમર્થન આપવામાં આવ્યું છે.

દરમ્યાન કૌભાંડકારો દ્વારા ઘવપુરા ગામે ગધેડીનું દૂધ બનાવવાને નામે ચાલતા ડોકીફાર્મ હાઉસ ભાડે રાખેલ જયાંથી ગુજરાત અને મોરબી સુધી માલ સપ્લાય થતો તેવી બાબતે વધુ પુરાવા મેળવવા માટે પીઆઇ એમ.આર.સોલંકી ટીમ દ્વારા પોલીસ કમિશનર શમશેરસિંઘ ના આદેશ અનુસાર વિશેષ રિમાન્ડ મેળવવા પણ તજવીજ ચાલી રહી છે.                

અત્રે યાદ રહે કે,આણંદમાં મેડિકલ સ્ટોર ચલાવતાં   નઈમબેન દ્વારા વડોદરામા ફેકટરી ધરાવતા વિવેક મહેશ્વરી પાસેથી ૩૦૦ ઈન્જેકશન ખરીદ્યા હતા.જે આંણંદના જતીન પટેલ દ્વારા સપ્લાય કરવામાં આવેલ.        

દરમિાન સી.પી. ના માર્ગદર્શન હેઠળ ડીસીપી જયદીપ સિહ જાડેજા તથા એસીપી. ની રાહબરી હેઠળ ઠેર ઠેર દરોડાનો દોર ચાલી રહ્યો છે.                                    

એક એવી બાબત જાણવા મળે છે કે, ડુપ્લીકેટ ઈન્જેકશન કયાં કયાં દરદીને અપાયેલ અને તેમને કોઈ આડ અસર થયેલ કે કેમ? તે માટે પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા  દૂરંદેશી  વાપરી ૪ ટીમો રચી હતી, પ્રાથમિક તપાસમાં આ દર્દીઓને કોઈ આડ અસર ન થયાની બાબતે રીપોર્ટ થયાની બાબતને પણ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.સોલંકી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

(1:07 pm IST)
  • પુડુચેરીમાં ડખ્ખા શરૂ :૬ સભ્યો જ હોવા છતાં ભાજપ મુ.મંત્રી પદ માગે છે : પ્રથમ દિવસે જ પુડુચેરીમાં ભાજપ અને સ્થાનિક પક્ષો વચ્ચે ડખ્ખો શરૃઃ પુડુચેરીમાં સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરી ભાજપ સત્તા પર આવી રહ્યો છે ત્યારે સત્તાની વહેંચણી બાબતે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું છે. ભાજપે માત્ર ૬ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીપદ માગતા ભાજપના મોરચામાં મતભેદો સર્જાયા છે. (ન્યુઝ ફર્સ્ટ) access_time 3:19 pm IST

  • ચુંટણીઓ પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨૦ થી ૨૫ પૈસાનો વધારો ઝીંકાયો : દેશના પાંચ રાજયોમાં ચુંટણી પુરી થતાંવેંત જ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં ૨૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૫ પૈસાનો વધારો થયો છે. access_time 10:38 am IST

  • આઈપીએલના બાકીના મેચો મુંબઈમાં જ રમાશે? : સપ્તાહના અંતિમ આઈપીએલના બાકી રહી ગયેલા મેચો હવે મુંબઈ ખાતે જ રમાડવામાં આવે તેવી શકયતા કોરોનાની મહામારીના પગલે આ નિર્ણય લેવાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. access_time 10:39 am IST