Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

રેમડેસિવીર ઈન્જેક્ષનની ઉત્પાદન ક્ષમતા ત્રણ ગણી વધીઃ કુલ ૫૭ એકમો કાર્યરત

ઈન્જેક્ષનની વધતી માંગને પહોંચી વળશુઃ મનસુખ માંડવિયા

અમદાવાદ, તા. ૪ :. દેશમાં રેમડેસિવીરનું ઉત્પાદન ઝડપભેર વધી રહ્યું છે. થોડા જ દિવસોમાં ભારતે રેમડેસિવીરની ઉત્પાદન ક્ષમતા ૩ ગણી પ્રાપ્ત કરી લીધી છે અને ટૂંક સમયમાં જ વધતી માંગને સંપન્ન કરવા માટે સક્ષમ બની જશે. આ અંગેની ઘોષણા આજે કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી હતી.માંગમાં થઈ રહેલા વધારાની સ્થિતિમાં, ૧૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ રેમડેસિવીરનું ઉત્પાદન કરતા પ્લાન્ટસની સંખ્યા ૨૦ હતી તે ૪ મે, ૨૦૨૧ સુધીમાં વધીને ૫૭ પ્લાન્ટસ જેટલી થઈ ગઈ છે.

(4:05 pm IST)