Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત વચ્ચે વાતાવરણમાંથી જ ઓક્સિજન બનાવતા ઓટોમેટીક મશીનની માંગ વધીઃ હવા મેળવીને મશીન શુદ્ધ ઓક્સિજન બનાવે છે

સુરત: ઓક્સિજન સિલિન્ડરની અછત વચ્ચે હોમ ક્વોરેન્ટાઈન થયેલા લોકો માટે ઓક્સિજન મળવુ મુશ્કેલ બની ગયું છે. સાથે જ અનેક શહેરોએ હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓના ઓક્સિજન વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે આવામાં ઓક્સિજન પ્રોડ્યુસ કરતી ઓટોમેટીક મશીન વરદાન સમાન સાબિત થઇ રહ્યું છે. આ ઓટોમેટિક મશીન આજુબાજુના વાતાવરણમાંથી જ લીધેલા વાયુમાંથી 95 ટકા પ્યોર ઓક્સિજન બનાવતું હોવાને કારણે તેની ડિમાન્ડ 100 ઘણી વધી છે. સાથે ડિમાન્ડ વધારે હોવાના કારણે કાળા બજોરી પણ વધી છે.

હવામાંથી ઓક્સિજન બનાવે છે આ મશીન

કોરોનાના વધતા સંક્રમણને પગલે જ્યારે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. ત્યારે મોટાભાગના લોકો હોમ ક્વોરેન્ટાઈન થઈ રહ્યા છે. જોકે તેમણે ઓક્સિજન સિલિન્ડર માટે વલખાં મારવા પડે છે અને પરિવારના સભ્યોએ પણ સિલિન્ડર શોધવા તથા રિફિલ કરાવવા માટે બજોરમાં અનેક જગ્યાએ ફરવું પડે છે. આવા સમયે વાતાવરણમાંથી જ વાયુનો ઉપયોગ કરીને પ્યોર ઓક્સિજન બનાવતી આ ઓટોમેટિક મશીનની ડિમાન્ડ વધી છે. વેપારીઓના મતે હોમ ક્વોરેન્ટાઈન થયેલા એવા લોકો કે જેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હોય તેમને માટે આ મશીન અસરકારક સાબિત થઈ રહ્યું છે. આ મશીન વાતાવરણમાંથી જ વાયુ ગ્રહણ કરીને તેમાંથી શુદ્ધ ઓક્સિજન બનાવે છે. જેથી ઓક્સિજન ઉત્પાદન થવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. જરૂરિયાતમંદ દર્દીને ઓક્સિજન મળતુ રહે છે. જેને કારણે આ મશીનની માંગમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ તેની કાળા બજોરી પણ જોવા મળી રહી છે.

હોમ ક્વોરેન્ટાઈન દર્દીને ફાયદો

આ અંગે વેપારી સુમિત ગર્ગે જણાવ્યું હતું કે, મશીન કોન્શનસ્ટ્રેટર હવાથી ઓક્સિજન ખેંચે છે. હવામાં 78 ટકા નાઇટ્રોજન અને 21 ટકા ઓક્સિજન હોય છે. જેમાંથી નાઇટ્રોજનને બહાર કાઢીને ઓક્સિજન નાના નોઝલથી પાસ કરે છે. જેથી દર્દીને પ્યોર ઓક્સિજન મળે છે. ખાસ વાત એ છે કે આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને ઉત્પન્ન થયેલો ઓક્સિજન 92 થી 95 ટકા પ્યોર હોય છે.

જ્યારે 9-10 લિટરના 1.25 લાખ થી 1.75 લાખ હોય છે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ મશીન કોરોનાના દર્દીઓ કે જેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું છે તેમને માટે ઇફેક્ટિવ છે. કારણકે તે સતત કામ કરે છે. આ મશીન ભારતમાં પણ બને છે પરંતુ સપ્લાય ઓછો છે. યુએસ, જર્મની, સિંગાપોર, ચાઈનાથી મશીનને ઈમ્પોર્ટ કરવા પડે છે. 4-6 લીટર વેરિયન્ટનો ભાવ આશરે રૂ. 50,000  હોય છે. જ્યારે 9-10 લિટરના 1.25 લાખ થી 1.75 લાખ હોય છે. જેમનું ઓક્સિજન લેવલ 80-85 થી વધુ અને 94 થી નીચે છે એવા લોકો માટે આ મશીન કારગર છે. જેમનું ઓક્સિજન લેવલ 80 થી નીચે જોય છે તેમને માટે સિલિન્ડરની જરૂર પડે છે.

જેમનું ઓક્સિજન લેવલ વધારે ઓછું છે તેમણે ઓક્સિજન સિલિન્ડર પર નિર્ભર રહેવું પડે છે. જો કે સિલિન્ડરમાં 5,6,12 કલાક બાદ રિફીલિંગનો પ્રોબ્લેમ રહે છે.

મોદી સરકાર દ્વારા 1 લાખ મશીન ઈમ્પોર્ટ કરવાની વાત કરાઈ

આ મશીનના કાળાબજોરી અંગે સુમિત ગર્ગે જણાવ્યું હતું કે, અત્યારના સમયે ડિમાન્ડ છે અને કેટલાક અસામાજિક તત્વો બ્લેકમાર્કેટિંગ કરી રહ્યા છે. જે મશીનની કિંમત 50 હજોર છે તે મશીન લોકો 1 લાખ થી 2 લાખ સુધી લઇ રહ્યા છે. અમારી પાસે ઈમ્પોર્ટ થાય તો જ અમે પ્રોવાઈડ કરાવી શકીએ છીએ. હાલમાં મોદી સરકાર દ્વારા 1 લાખ મશીન ઈમ્પોર્ટ કરવાની વાત કરાઈ હતી. ડિમાન્ડ વધુ છે, પણ પુરી થઈ રહી નથી. જેથી બ્લેકમાર્કેટિંગ થઈ રહ્યું છે. ચિટિંગની ઘટનાઓ પણ સામે આવે છે. ઓછી ઇફેકટિવ મશીન પણ હોય છે, જે કોરોના દર્દીઓને માટે યુઝફૂલ નથી. તેમનું ઓક્સિજન પ્યોરિટી લેવલ 85 જેટલું હોવા છતાં કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહી છે. લોકોને પણ તેના વિશે નોલેજ ન હોવાને કારણે લોકો ખરીદી રહ્યા છે. હોમ ક્વોરેન્ટાઈન લોકો માટે ખૂબ જ અસરકારક છે. ડોક્ટરને કન્સલ્ટ કર્યા બાદ જો આ મશીનનો ઉપયોગ ઘરે જ દર્દીને  કરવામાં આવે તો અન્ય લોકોને જે ઓક્સિજનની કમી થઈ રહી છે તે દર્દીને થશે નહીં. કારણ કે આ મશીન વાતાવરણ અને હવામાંથી ઓક્સિજન બનાવે છે અને પ્રક્રિયા કન્ટીન્યુ રહેશે અને સિલિન્ડરની જંજટ રહેશે નહીં.

હાલ 100 ઘણી વધુ ડિમાન્ડ

ડિમાન્ડ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આજના સમયમાં પહેલા ડિમાન્ડ 5-10 ટકા પણ ન હતી. હાલ 100 ઘણી વધુ ડિમાન્ડ છે. સરકારે પર્સનલ યુઝ માટે એક મશીન કોઈ પણ દેશમાંથી ઈમ્પોર્ટ કરી શકાય છે. જેના પર કોઈ ઈમ્પોર્ટ ડ્યુટી નથી. આની પર ઈમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી છે જે ટૂંક સમયમાં સરકાર દૂર કરનાર છે.

(4:53 pm IST)