Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

અમદાવાદ: પૂર્વના જુદા જુદા ત્રણ વિસ્તારમાંથી પોલીસે 91 હજારથી પણ વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી બુટલેગરોને ઝડપવા તજવીજ હાથ ધરી

અમદાવાદ: અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મેઘાણીનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પરોઢિયે ૩ઃ૧૫ કલાકે એવી બાતમી મળી હતી કે રામેશ્વર ચાર રસ્તાથી કુંભજીની ચાલી હનુમાનનગર તરફ જઇ રહેલી રીક્ષામાં કુલદીપ જાટવ નામનો શખ્સ વિદેશી દારૃનો જથ્થો લઇ જઇ રહ્યો છે. બાતમીના આધારે રામેશ્વર બ્રિજ નીચે રીક્ષા આવતા પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રીક્ષાચાલક પૂરઝડપે રીક્ષા ભગાડી હનુમાન નગર પાસે લઇ ગયો હતો અને પોલીસે તેમને પીછો કર્યો હતો. હનુમાનનગરથી અંધારાનો લાભ લઇને કુલદીપ તથા રીક્ષાચાલક બંને રીક્ષા મૂકીને ગલીકૂચીમાં નાસી ગયા હતા. પોલીસે તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી નહોતી. પોલીસને રીક્ષાની પાછળની સીટમાંથી પૂંઠાના વિવિધ બોક્સમાં રાખવામાં આવેલો દારૃ મળી આવ્યો હતો. જેમા ંએક બોક્સમાંથી મળી આવેલા ૬૦ દારૃની બોટલની કિંમત રૃપિયા ૨૯૪૦૦, ૧૨૦ બોટલની કિંમત રૃપિયા ૫૪ હજાર એમ કુલ ૨૨૮ બોટલ મળી આવી હતી. જેની કુલ કિંમત રૃપિયા ૮૯૪૦૦ હતી. મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં વધુ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઇ છે.

આવી એક ઘટના એરપોર્ટ વિસ્તારમાં નોંધાઇ છે. ઈન્દિરા બ્રિજ સર્કલ પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એવી બાતમી મળી કે વાદળી રંગના એક્ટિવામાં વિદેશી દારૃનો જથ્થો હાંસોલ તલાવડી સર્કલ તરફ લઇ જવામાં આવી રહ્યો છે. બાતમી પ્રમાણે ભાટ ગામથી એક્ટિવામાં આવી રહેલા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. મનિષ વાઘેલા નામના શખ્સે એક્ટિવાની ડિકીમાં ૭૫૦ મિ.લી.ની એક બોટલ છુપાવી હતી અને તેનું મૂલ્ય રૃપિયા ૬૦૦ હતું. શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આવી અન્ય એક ઘટના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેમાં પોલીસે બાતમીને આધારે તપાસ કરતાં ચમનપુરા ચકલાના ગેટ નંબર-૪માં એક્ટિવાની ડિકીમાં છુપેાવેલો દારૃ મળી આવ્યો હતો. જેમાં કરણસિંહ રાજપુત નામના મૂળ રાજસ્થાનના શખ્સે ૭૫૦ મિ.લી.ની બોટલો છુપાવી હતી અને તેનું મૂલ્ય રૃપિયા ૧૯૬૦ હતું. મેઘાણીનગર પોલીસે મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:23 pm IST)
  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST

  • કોરોનાઍ વધુ મેચનો ભોગ લીધો : બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનાર આઈપીઍલ મેચ નવી તારીખે રમાશેઃ બુધવારે બંધ રહેશે તેમ બીસીસીઆઈના સૂત્રોને તાકીને ન્યુઝ ઍજન્સીઍ જણાવ્યુ છે access_time 11:23 am IST

  • બંગાળ હિંસાઃ વડાપ્રધાને ખૂન-ખરાબા અંગે ચિંતા વ્યકત કરી : રાજ્યપાલ સાથે વાત કરી રીપોર્ટ માંગ્યોઃ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યોઃ સીબીઆઈ તપાસની માંગણી access_time 4:07 pm IST