Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

અમદાવાદમાં ઓક્સિજન અને આઇસીયુ બેડના માત્ર 79 બેડ અને SVP હોસ્પિટલમાં 8 બેડ ખાલી

શહેરમાં લગભગ બધી જ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ફૂલ

અમદાવાદ : કોરોના નો કર કેર વર્તાયો છે કોરોનાની આ લહેર માં દર્દીઓને ઓક્સિજન બેડ ની વધારે જરૂર પડી રહી છે. જેથી શહેરમાં લગભગ બધી જ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ફૂલ છે.શહેરમાં હોસ્પિટલો માં ઓક્સિજન અને આઇસીયુ બેડના માત્ર 245 બેડ ખાલી છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં 8 બેડ ખાલી છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત svp હોસ્પિટલમાં 8 બેડ ખાલી જ્યારે એસ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ તેમજ એલ.જી હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 172 ખાનગી હસ્પિટલમાં 171 બેડ ખાલી છે. 212 નર્સિંગ હોમ માં 78 બેડ ખાલી છે.6 સિવિલ હોસ્પિટલ માં 17 બેડ ખાલી છે. Esic હોસ્પિટલમાં 5 બેડ ખાલી છે . આમ ટોટલ 279 બેડ ખાલી છે.

(11:34 pm IST)
  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં ૪૧.૨ ડિગ્રી : તાપ અને બફારા વચ્ચે ૧૪ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્ના છે. હવામાન વિભાગ કહે છે હજુ ઍકાદ - બે દિવસ ૪૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે : બાદ ૧ થી ૨ ડિગ્રી વધવા સંભવ access_time 5:48 pm IST

  • કોરોનાઍ વધુ મેચનો ભોગ લીધો : બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનાર આઈપીઍલ મેચ નવી તારીખે રમાશેઃ બુધવારે બંધ રહેશે તેમ બીસીસીઆઈના સૂત્રોને તાકીને ન્યુઝ ઍજન્સીઍ જણાવ્યુ છે access_time 11:23 am IST

  • આંધ્રપ્રદેશ સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા, રાજ્યમાં 5 મેં થી 14 દિવસ માટે આંશિક કર્ફ્યુ લાગુ કરવામાં આવશે : બધી દુકાનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલી શકશે અને ફક્ત આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે access_time 8:38 pm IST