Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

મોડાસા: શામળાજી નજીક અણસોલ પાસેથી વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ શખ્સોને ઝડપી પાડયા

શામળાજી:નજીક અણસોલ પાસેથી વાહન ચેકીંગ દરમિયાન પોલીસને વિદેશી દારૂ મળી આવ્યો હતો.પીકઅપ ક્રેનની પાછળ કાર ટોઈંગ કરી લઈ  જવાતી  હતી.તેમાંથી વિદેશી દારૂની ૭૦ પોટલી મળી આવી હતી.

પોલીસે કારમાંથી મોબાઈલ,વિદેશી દારૂ,બે વાહન સહિત કુલ રૂપિયા .૪૧ લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્શોને ઝડપી લીધા હતા. અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અણસોલ ચેકપોસ્ટ પાસે શામળાજી પોલીસે રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતાં વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. તે દરમ્યાન પીકઅપ ગાડીને ક્રેઈન તરીકે બનાવેલ હોય જેના પાછળના ભાગે  ગાડી ટોઈંગ કરી લઈ જતા હતા.જેના ઉપર શંકા જતાં અટકાવી હતી.જેમાં ગાડીની તલાશી લેતાં ગાડીના પાછળના ભાગે આવેલ ડેકીના ભાગે પડખામાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂની પોટલી નંગ-૭૦ જેની કિં.રૂ.૨૮૦૦૦/-,મોબાઈલ - કિં.રૂ.૧૩૦૦૦/-ડસ્ટર ગાડીની કિં.રૂ.,૦૦,૦૦૦ તથા પીકઅપ ગાડી ક્રેન કિં.રૂ.,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ,૪૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને ઝડપી લીધા હતા.

(5:38 pm IST)