Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

વડોદરામાં બેકારીના કારણોસર પત્ની સાથે થયેલ ઝઘડામાં પતિએ ફાંસોખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા: શહેરમાં બેકારીના કારણે પત્ની સાથે થયેલા મનદુખ પછી પત્ની પિયરમાં જતી રહી હતી.અને યુવાને આવેશમાં આવીને ગત રાતે ઘરે છતના હુકમાં દોરડુ ભરાવીને ફાંસો ખાઇ લીધો હતો.બનાવ અંગે સિટિ  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,વારસિયાની વેદમાતા ગાયત્રી સોસાયટીમાં રહેતા ૩૦  વર્ષના રાહુલ કનૈયાલાલ હોતચંદાણીને કોઇ નોકરી કે કામધંધો હોય બેકાર હતો.તેની સોસાયટીની નજીકની સોસાયટીમાં રહેતી ડિવોર્સી યુવતી રોમા  સાથે મેરેજ કર્યા હતા.તેની પત્નીને આગળના  પતિ થકી એક પુત્રી છે.તેેને લઇને તે રાહુલ સાથે રહેવા આવી હતી.બેકારીના કારણે પતિ પત્ની વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી હતી.તેના કારણે છેલ્લા ૧૫ દિવસથી રાહુલની  પત્ની  પિયર જતી રહી હતી.અને રાહુલ માતા પિતા સાથે ઘરે રહેતો હતો.ગતરાતે રાહુલ મકાનના ઉપરના માળે સુઇ ગયો હતો.અને તેના માતા પિતા નીચેના માળ પર સુઇ ગયા હતા.તે દરમિયાને રાહુલે અગમ્ય કારણસર ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.આજે સવારે તેના  પિતા ઉપરના માળે તેને ઉઠાડવા ગયા ત્યારે બનાવની જાણ થઇ  હતી.સિટિ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:42 pm IST)